છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેના આખા પરિવાર સાથે ઝેર પી લીધું હતું. તેમને બિલાસપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર પરિવારે શા માટે ઝેર પીને આપઘાત કર્યો તેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે કૉંગ્રેસ નેતાના ઘરને સીલ કરી દીધું છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
શહેરના કોતવાલી વિસ્તારના જાંજગીર વિસ્તારના વોર્ડ નંબર 10માં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંચરામ યાદવે (65) તેની પત્ની અને બે પુત્રો સાથે ઝેર પી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે 30 ઓગસ્ટે પંચરામ યાદવે તેની પત્ની દિનેશ નંદાની યાદવ (55), પુત્રો સૂરજ યાદવ (27) અને નીરજ યાદવ (32) સાથે ઝેર પી લીધું હતું, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમની હાલત ગંભીર બની ત્યારે તમામને બિલાસપુર રિફર કરવામાં આવ્યા હતા. નીરજ યાદવનું અહીંની સિમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ પંચરામ યાદવ, દિનેશ નંદાની યાદવ અને સૂરજ યાદવને આરબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 31મી ઓગસ્ટની મોડી રાત્રે ત્રણેનું મૃત્યુ થયું હતું
મળતી માહિતી મુજબ પંચરામ યાદવ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને તેમણે અગાઉ બે બેંકોમાંથી 40 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેઓ હાર્ટ પેશન્ટ પણ હતા, જ્યારે તેમની પત્ની કેન્સરથી પીડિત હતી. નીરજ યાદવ ખાનગી નોકરી કરતો હતો. સૂરજ યાદવ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કોઈને ખબર ન પડે તે માટે તેઓએ આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજેથી અંદર ગયા બાદ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો. પાડોશમાં રહેતી એક યુવતી તેમના ઘરે ગઈ ત્યારે પરિવારે ઝેર ઘોળ્યાની માહિતી સામે આવી હતી. યુવતીએ બે-ત્રણ વાર ફોન કરવા છતાં પણ કોઇએ ફોન નહીં ઉઠાવતા અને દરવાજો નહી ખોલતાં તેને કંઈક અઘટિત થયું હોવાની આશંકા ગઇ અને તેણે આસપાસના લોકોને જાણ કરી હતી. જ્યારે પડોશીઓ ઘરની અંદર ગયા તો દરેક જણ ગંભીર હાલતમાં પડેલા જોવા મળ્યા હતા, તેમને તાત્કાલિક જંજગીર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હાલમાં તો પોલીસે આ મામલે તપાસ ચાલુ કરી છે. આર્થિક સમસ્યાને કારણે પરિવારે આત્મ હત્યા કરી હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ