
વારાણસી: વડાપ્રધાનનો આજનો પ્રવાસ ખૂબ જ મહત્વનો મને રહ્યો છે કારણ કે વારાણસીથી સાંસદ બનીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કાશી પહોંચ્યા છે. તેમનો પ્રવાસ ખેડૂતોને સમપ્રપિત રહેવાનો છે, કારણ કે હાલ તેમણે પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો જારી કર્યો હતો. તેમજ પીએમ કૃષિ સખીના રૂપમાં તાલીમ પામેલા 30 હજાર સ્વસહાય જૂથોને પણ પ્રમાણપત્ર અર્પણ કરવાના છે.
આ પણ વાંચો: ત્રીજી મુદતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી વિદેશયાત્રા ઈટાલીમાં: જી-7 સમિટમાં હાજરી આપશે
સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં 18મી લોકસભા માટેની આ ચૂંટણીએ ભારતની લોકશાહીની વિશાળતા, ભારતની લોકશાહીની તાકાત, ભારતની લોકશાહીની વ્યાપક્તા, ભારતની લોકશાહીના મૂળની ઊંડાઈને સંપૂર્ણ ક્ષમતા સાથે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે. કાશીની જનતાએ માત્ર સાંસદ જ નહીં પરંતુ ત્રીજી વખત વડાપ્રધાન પણ ચૂંટ્યા છે, તેથી આપ સૌને બેવડા અભિનંદન. દેશની જનતાએ આ ચૂંટણીમાં અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. બહુ જ ઓછા લોકતાંત્રિક દેશોમાં એવું જોવા મળે છે કે કો એક જ સરકારને સતત ત્રીજી વખત ચૂંટવામાં આવી હોય. ભારતની પ્રજાએ 60 વર્ષ બાદ ફરી આ કરી બતાવ્યું.
વડાપ્રધાને કહ્યું કે મેં ખેડૂતો, યુવાનો, મહિલા-શક્તિ અને ગરીબોને વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભ તરીકે ગણ્યા છે. મેં મારા ત્રીજા કાર્યકાળની શરૂઆત તેમના સશક્તિકરણની સાથે કરી છે. સરકાર બન્યાની સાથે જ ખેડૂતો અને ગરીબ પરિવારોને લગતો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ગરીબ પરિવારો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાની વાત હોય કે પછી પીએમ કિસાન સન્માન નિધિને વિસ્તારવાની… આ નિર્ણયો કરોડો લોકોને મદદરૂ થશે.
આ પણ વાંચો: Indi સરકાર રચી શકે છે, નરેન્દ્ર મોદીનો દબદબો ઘટ્યો છે: જીગ્નેશ મેવાણી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાશી આપણી સંસ્કૃતિની રાજધાની રહી છે. આપણી કાશી જ્ઞાનની રાજધાની રહી છે. આપણી કાશી તો તમામ વિદ્યાની રાજધાની રહી છે. પરંતુ આ બધાની સાથે કાશી એક એવું શહેર બની ગયું છે જેણે આખી દુનિયાને બતાવ્યું છે કે હેરિટેજ શહેર પણ શહેરી વિકાસનો નવો અધ્યાય લખી શકે છે. વિકાસ અને વિરાસતનો મંત્ર કાશીમાં સર્વત્ર દેખાય છે.