‘મોદી-મોદી’ ના નારા વચ્ચે નરેન્દ્ર મોદી NDAના નેતા તરીકે ચૂંટાયા
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બુધવારે વડા પ્રધાનના નિવાસસ્થાને મળેલી બેઠકમાં એનડીએના તમામ ઘટક પક્ષોના નેતાઓએ સર્વસંમતિથી પીએમ મોદીને નેતા તરીકે પસંદ કર્યા અને આ સંબંધમાં એક ઠરાવ પસાર કર્યો. ઠરાવમાં એનડીએ નેતાઓએ પીએમ મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદી ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે બુધવારે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના નેતાઓને મળ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ગઠબંધનને બહુમતી મળ્યા બાદ આ પ્રથમ બેઠક હતી. NDAના નેતાઓએ મોદીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ગઠબંધનના નેતા તરીકે ચૂંટ્યા છે, જેનાથી તેમના માટે ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો છે.
આ પણ વાંચો : NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે
એનડીએના સાંસદોના નેતા તરીકે ચૂંટાયા બાદમોદી ટીડીપીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નીતિશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે જેવા ગઠબંધનના વરિષ્ઠ સભ્યો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લેશે. મોદીનો પીએમ તરીકેનો શપથ ગ્રહણ રવિવારે યોજાય તેવી શક્યતા સૂત્રોએ જણાવી છે.
સંસદમાં પીએમ મોદીનું સ્વાગત કરતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે , “અમે વડાપ્રધાનને હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ, જેમણે તેમની દરેક ક્ષણ રાષ્ટ્રની સેવામાં વિતાવી છે.