નેશનલ

નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓનાં નામની કરી જાહેરાત

ગગનયાન મિશન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના સૌપ્રથમ ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલા ચાર અવકાશયાત્રી પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, શુભાંશુ શુક્લા અને અજિત ક્રિષ્નનની તિરુવનંતપુરમ ખાતે આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે મુલાકાત લીધી હતી. (એજન્સી)

તિરુવનંતપુરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌપ્રથમ સમાનવ ગગનયાન અવકાશ મિશનના ચાર અવકાશયાત્રીઓના નામની મંગળવારે જાહેરાત કરી હતી.

અહીંના થુંબા નજીક આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે મોદીએ કહ્યું હતું કે આ ચાર અવકાશયાત્રીઓમાં ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, અજિત ક્રિષ્નન અને વિન્ગ કમાન્ડર શભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે. આ ચારે અવકાશયાત્રી અત્યારે તાલિમ લઈ રહ્યા છે.

ચાર દાયકા બાદ ભારત અવકાશ સાહસ કરી રહ્યું છે ત્યારે તે માટે ઉપયોગમાં લેવામાં આવનારું રોકેટ પણ ભારતીય બનાવટનું હશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે મને ગૌરવ છે કે આ ગગનયાન અવકાશ મિશન માટે ઉપયોગમાં લેવામાં
આવનારાં મોટાભાગના સાધનો અને ઉપકરણો ભારતીય બનાવટના હશે.

દેશના અવકાશ કાર્યક્રમમાં મહિલાઓએ ભજવેલી મહત્ત્વની ભૂમિકાની મોદીએ ભારોભાર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મહિલાઓનાં યોગદાન અને ભાગીદારી વિના મૂન મિશન-ચંદ્રયાનની જેમ ગનનયાનની સફળતા પણ શક્ય નથી.

અવકાશ ક્ષેત્રે ભારતની સફળતા દેશની યુવા પેઢીમાં માત્ર સાયન્ટિફિક ટેમ્પરામેન્ટના બીજ નહિ રોપે, પરંતુ વૈશ્ર્વિક સ્તરે વિવિધ ક્ષેત્રમાં વિકાસને મામલે ભારતે ભરેલી હરણફાળને કારણે ૨૧મી સદીમાં ડાયનેમિક ગ્લૉબલ પ્લેયર તરીકે સ્થાન મેળવવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઈસરોની ત્રણ ટૅક્નિકલ સેવાઓનું ઉદ્ઘાટન
કરવા વડા પ્રધાન વીએસએસસી ખાતે હાજર રહ્યા
હતા. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…