નારાયણ સાકર હરિના વકીલ એપી સિંહે યુપીના હાથરસમાં થયેલી નાસભાગની ઘટનાને લઈને કરેલી પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. એપી સિંહે કહ્યું હતું કે આ માત્ર નાસભાગની ઘટના નથી પરંતુ નારાયણ સાકર હરિ વિરુદ્ધનું કાવતરું છે.
‘હાથરસમાં 2 જુલાઈએ જે ઘટના બની તે માત્ર નાસભાગ જ નહીં પરંતુ નારાયણ સરકાર હરિ વિરુદ્ધનું કાવતરું છે. માનવ સંગમ સદભાવના બેઠક માટે તમામ પરવાનગીઓ મેળવી લેવામાં આવી હતી. કેટલાક વાહનો અહીં પાર્ક થયેલા જોવા મળ્યા હતા. પંડાલમાં મહિલાઓ હતી. કેટલાક લોકોના હાથ પર નશીલા સ્પ્રે લગાવેલા હતા. આવા 12 લોકો હતા. સમગ્ર માનવ સમાજની સદ્ભાવનાને નષ્ટ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાથરસના એસપી પણ મામલે તપાસ કરી રહ્યા છે. આ અકસ્માત નથી, આ હત્યા છે. પોલીસે અલીગઢ ટૉલના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કરવા જોઇએ.
2 જુલાઈના રોજ યુપીના હાથરસ જિલ્લામાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૂરજપાલ ઉર્ફે નારાયણ સાકર હરિએ ભાગ લીધો હતો. તે ભોલે બાબાના નામે પણ જાણીતો છે. કાર્યક્રમ બાદ જ્યારે સૂરજપાલ નીકળી રહ્યો હતો ત્યારે લોકો તેમની ઝલક લેવા અને તેમના ચરણોની પૂજા કરવા i/e હતા. આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી. નાસભાગ બાદ લોકો અહીં-ત્યાં દોડવા લાગ્યા, જેના કારણે ઘણા લોકો જમીન પર પડી ગયા. અકસ્માત બાદ મૃત્યુનો જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
Taboola Feed