નેશનલ

વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે દુબઈ ખાસ યોજાશે ‘અહલાન મોદી’ નામનો કાર્યક્રમ, તે દિવસે યુએઈના સૌથી મોટા હિન્દુ મંદિરનું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લેશે જ્યાં તેઓ એક મોટા હિન્દુ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે અને યુએઈમાં રહેતા ભારતીયોને સંબોધશે. પીએમ મોદી 13 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ અહલાન મોદી એટલે કે હેલો મોદીને સંબોધિત કરશે. ત્યરબાદ તેઓ 14 ફેબ્રુઆરીના રોજ UAEની રાજધાનીમાં BAPS ખાતે હિન્દુ મંદિરના ઉદ્ધઘાટન સમારોહમાં હાજરી આપશે.  

BAPS સ્વામિનારાયણ સંસ્થાએ જણાવ્યું હતું કે મંદિરનું કામ લગભગ પૂરું થવાની તૈયારીમાં છે. તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 


જો કે વડા પ્રધાન મોદીની UAE મુલાકાત અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહલાન મોદીના કાર્યક્રમ અંગે UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું હતું કે જે રીતે લોકોમાં ભારતના વડા પ્રધાન ફેમસ થઈ ગયા છે. તે જોતાં લાગે છે કે સ્વાગત સમારોહના સ્થળે ઘણી મોટી સંખ્યામાં લોકો એકઠા થશે. અગાઉ વડા પ્રધાન મોદીએ 22 સપ્ટેમ્બર 2019ના રોજ હ્યુસ્ટન ટેક્સાસમાં તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હાઉડી, મોદી નામના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.


UAE ઇવેન્ટ સારી રીતે યોજાય તે માટે એક નોંધણી પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ લોકો સરળતાથી સ્થળ પર પહોંચી શકે તે માટે વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમની ખાસ બાબત એ છે કે UAEમાં 150 ભારતીય સંગઠનો દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે.


આ મંદિરની ખાસ બાબત એ છે કે વડા પ્રધાન મોદી UAEમાં જે મંદિરનું ઉદ્ઘાટન કરશે તે રાજસ્થાન અને ગુજરાતના બે હજારથી વધુ કારીગરોએ ત્રણ વર્ષમાં તૈયાર કર્યું છે. ભારતીય રાજદૂત સુધીરે જણાવ્યું હતું કે આત્યારના સમયમાં દ્વિપક્ષીય સંબંધો ઘણા સારા હોવાના કારણે ઘણા વિકાસના કાર્યો થયા છે અને તેમાંનું એક અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…