‘સુપરફાસ્ટ ટ્રેન’ બની ‘નમો ભારત’: ‘તુફાની સ્પીડ’ જાણશો તો ચોંકી જશો!
દિલ્હી મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં દોડાવવામાં આવશે

નવી દિલ્હીઃ બુલેટ ટ્રેનના સપના અને વંદે ભારતના યુગમાં ભારતીય રેલવે નિરંતર અવનવી ટ્રેનોમાં સ્પીડમાં વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં નમો ભારત ટ્રેન દેશની નવી સ્પીડ ધરાવતી ટ્રેનનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે એનાથી મોટી બાબત આ ટ્રેનનું નિર્માણ કાર્ય પણ ગુજરાતમાં કર્યું છે.
55 કિલોમીટરના કોરિડોરમાં દોડાવાઈ
હાલના તબક્કે હાઈ સ્પીડ કે સેમી સ્પીડની વાત કરીએ તો સૌના મોંઢા પર રાજધાની યા શતાબ્દી એક્સપ્રેસનું નામ આવે છે, પરંતુ હવે રેલવે વિવિધ તબક્કામાં સ્પીડ મુદ્દે ટ્રાયલ કરી રહ્યું છે, જેમાં સફળ પણ રહ્યું છે. દિલ્હી-મેરઠ વચ્ચેના રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના 55 કિલોમીટરના લાંબા સેક્શનમાં કલાકના 160 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવેલી નમો ભારત દેશની સૌથી ઝડપી ટ્રેન બની છે. આ અગાઉ 2016માં ગતિમાન એક્સપ્રેસના નામે રેકોર્ડ હતો, જે દેશની સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન હતી, જે હઝરત નિઝામુદ્દીન અને આગ્રાની વચ્ચે સ્પેશિયલ સેક્શનમાં દોડાવવામાં આવતી હતી.

‘નમો ભારત’ ટ્રેનની વિશેષતા શું હશે?
દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ રુટમાં દોડાવાવામાં આવેલી ‘નમો ભારત’ દેશની સૌથી ઝડપી ટ્રેન બની છે, જ્યારે આ ટ્રેનની મોટી વિશેષતા છે કે ટ્રેનનું નિર્માણ કાર્ય ગુજરાતમાં થયું છે. વડોદરાના સાવલી સ્થિત અલસ્ટોમ ફેક્ટરીમાં થયું છે. ટ્રેનની સ્પીડ સહિત અન્ય વિશેષતા કહીએ તો ટ્રેનના પાર્ટ્સ, રોલિંગ સ્ટોક સહિત મોર્ડન ડિઝાઈન ધરાવે છે. ત્રણ કોચ પછી આઠ કોચ સાથે ટ્રેન દોડાવવામાં આવશે.
ટ્રેનમાં એક પ્રીમિયમ, એક સ્ટાન્ડર્ડ ક્લાસનો કોચ, મહિલાઓ માટે એક રિઝર્વ કોચ હશે. ટ્રેનમાં સીસીટીવી કેમેરા, વ્હિલચેર અને સ્ટ્રીચર માટે સ્પેસ, ઈમરજન્સી બટન, રિક્લાઈનિંગ સીટ, યુએસબી ચાર્જિંગ પોઈન્ટ તથા લગેજ રાખવાની પણ સુવિધા હશે. એસી કોચવાળી ટ્રેનમાં ડિસ્પ્લે સ્ક્રીન સહિત અન્ય સુવિધા હશે. ટ્રેનની સ્પીડ તો એકંદરે કલાકના 180 કિલોમીટર હશે, પરંતુ ઓપરેશનલ સ્પીડ કલાકના 160 કિલોમીટરની છે. મેરઠ સાઉથથી મોદીપુરમ વચ્ચે મેટ્રો ટ્રેક બનાવ્યો છે, જે લગભગ 82 કિલોમીટર લાંબો છે.
હાલના તબક્કે કલાકના 130 કિલોમીટરની ઝડપે દોડાવાય છે
જ્યારે સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત શરુ કરવામાં આવી ત્યારે પણ એની એટલી જ સ્પીડ હતી. જોકે, રેલવે મંત્રાલયે જૂન, 2024માં વિના કારણ ટ્રેનની સ્પીડ કલાકના 130 કિલોમીટરની કરી હતી. હાલમાં ભારતીય રેલવેના વિવિધ નેટવર્કમાં કલાકના 130 કિલોમીટરની ઝડપથી ટ્રેન દોડાવવામાં આવે છે. નમો ભારતની 30 ટ્રેન પૂર્વ દિલ્હીથી ન્યૂ અશોક નગર અને ઉત્તર પ્રદેશના મેરઠ દક્ષિણ વચ્ચે દોડાવાય છે. દરેક ટ્રેનમાં છ કોચ હોય છે, જ્યારે દરેક ટ્રેન પંદર મિનિટના અંતરે દોડાવવામાં આવશે. એક વખત કોરિડોર તૈયાર કરવામાં આવ્યા પછી દિલ્હીથી મેરઠને ડાયરેક્ટ જોડવામાં આવશે, જ્યારે ‘નમો ભારત’ ટ્રેન કલાકથી ઓછા સમયમાં બંને સ્ટેશન વચ્ચેનું અંતર કાપશે.
આપણ વાંચો: યુએસમાં ભારતીય મોટેલ મેનેજરની ક્રૂરતાપૂર્વક હત્યા; માથું કાપીને કચરાપેટીમાં ફેંકી દીધું