ભોપાલઃ મધ્ય પ્રદેશના આગામી મુખ્ય પ્રધાન માટે પાટનગરમાં વિધાનસભ્યના જૂથની બેઠક પછી નવા મુખ્ય પ્રધાનના નામ માટે મોહન યાદવની જાહેરાત કરવામાં આવી હતી. કહેવાય છે કે મોહન યાદવ સંઘ(RSS)ની નજીક છે. છત્તીસગઢની માફક મધ્ય પ્રદેશમાં બે નાયબ મુખ્ય પ્રધાનના નામ જાહેર કર્યા છે, જેમાં જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા હશે. આ ઉપરાંત, ભાજપના પૂર્વ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર રહેશે.
મધ્ય પ્રદેશની ઉજ્જૈન દક્ષિણ મતવિસ્તારમાંથી બે વખત 2013 અને 2018માં વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બીજી જુલાઈ 2020ના તેમને શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. મોહન યાદવને વિવાદાસ્પદ નિવેદનો માટે ખાસ કરીને જાણીતા છે અને તેને કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે.
મોહન યાદવ મધ્ય પ્રદેશના જાણીતા રાજકારણી છે, જ્યારે ચૂંટણી પંચે પેટા ચૂંટણી 2020માં અસંયમી ભાષાનો ઉપયોગ કરવા માટે તેમના પર એક દિવસ માટે પ્રચાર કરવા પ્રતિબંધ મૂક્યો હતો. મધ્ય પ્રદેશમાં માધવ સાયન્સ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો છે, જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉજ્જૈનના નગર મંત્રી રહી ચૂક્યા છે. મધ્ય પ્રદેશ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રમુખ, પશ્ચિમ રેલવે બોર્ડમાં એડવાઈઝરી કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.
1965માં ઉજ્જૈનમાં પૂનમચંદના ઘરે જન્મ થયો હતો. મોહન યાદવે અભ્યાસ વખતે રાજકારણમાં એન્ટ્રી કરી હતી, જેમાં તેમણે એમએ, પીએચડી કરી છે. લગ્ન સીમા યાદવ સાથે કર્યા છે, જ્યારે તેમને બે દીકરા અને એક દીકરી છે.
પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યમાંથી એકમાં કોંગ્રેસ અને ત્રણમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો વિજય થયો હતો. છત્તીસગઢમાં સીએમની જાહેરાત કરવામાં આવ્યા પછી હવે મધ્ય પ્રદેશમાં આજે મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
ભાજપના કાર્યાલયનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો છે, જ્યારે થોડી જ વારમાં વિધાનસભ્યની બેઠકમાં પ્રહલાદ પટેલ અને શિવરાજ સિંહના સમર્થકોની વચ્ચે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ભાજપની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, જેમાં શિવરાજ સિંહના સમર્થકોએ પણ સૂત્રોચ્ચાર કર્યો હતો, ત્યારબાદ કૈલાશ વિજયવર્ગીય પણ ભાજપની ઓફિસ પહોંચ્યા હતા.
Taboola Feed