નેશનલ

નાયડુ -મોદી-નીતિશ -અંતરમાં તિરાડ પડી એટલે તો અંતર પડ્યા

2024 ની લોકસભા ચૂંટણીમાં એનડીએને 292 બેઠકો મળી છે. સતત ત્રીજીવાર એનડીએ ની સરકાર બનવા જઇ રહી છે. પરંતુ ભાજપ બહુમતથી દૂર છે. એટલે એન ડી એની સરકારને પાંચ વર્ષ ચલાવવા માટે હવે વડાપ્રધાન મોદીએ ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી અને નિતીશકુમારની જેડીયુને સાથે રાખવાની જરૂર પડી છે.કારણકે 2014 અને 2019માંઆ પોતાના દમ-ખમ પર બહુમથી સરકાર બનાવનારી ભાજપા આ વખતે 272 નો આંકડો પણ પાર નથી કરી શકી.

543 બેઠકો વાળી લોકસભામાં સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 272 બેઠકો જોઈએ. ભાજપા પાસે આ આંકડો 240 નો છે જો કે એનડીએ પાસે આ આંકડો 292 છે જે બહુમતથી 20 વધુ છે.

એનડીએમાંઆ સૌથી મોટી પાર્ટી ભાજપા છે. ત્યારબાદ ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી તેલુગુદેશમ (ટીડીપી )છે. જેમાંઆ 16 સાંસદ છે. ત્રીજા નંબરે નીતિશ કુમારની જેડીયુ છે. જેમની પાસે 12 બેઠકો છે. એટલે નાયડુ અને નીતિશ પાસે મળીને 28 સાંસદો છે. એટલે, એનડીએ ની સરકાર બનેલી રહે તે માટે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુનો સાથ લેવો જરૂરી છે

હજુ સુધી તો ટીડીપી અને જેડીયુ બંને એનડીએ સાથે વાત કરી રહ્યા છે. આ બંને નેતાઓ મોદી સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા.

ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંનેના મોદી સાથેના સંબંધો ઉતાર -ચઢાવભર્યા રહ્યા છે.બંને એનડીએનો સાથ છોડી ચૂક્યા છે. ઠીક લોકસભા ચૂંટણી
પહેલા બંને ગઠબંધનમાં સામેલ થયા.

મોદી-નિતીશની જોડી

મોદી અને નીતિશકુમાર વચ્ચેનાઆ સંબંધો વધુ સુમેળ ભર્યા ક્યારેય ના રહ્યા. નિતીશને ભય હતો કે પોતાના મોદી સાથે રહેતા તેમના વૉટર્સ પોતાને જ નકારી દેશે. એટલે 2009ની લોકસભા વખતે નિતીશ કુમારે બિહારમાંઆ મોદીને પ્રચાર માટે આવવા દીધા નહોતા. ત્યાર બાદ,2010 માં વિધાનસભામાં પણ નીતિશે મોદીને બિહારમાં પ્રચાર માટે ના કહી હતી.

જૂન 2010 માં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠક થવાની હતી. એ પહેલા પટણાના અખબારોમાં જાહેરાત છપાઈ તેમાં મોદી-નિતીશનો ફોટો છપાયો. આ જાહેરાતથી ગિન્નાયેલા નીતિશે ભાજપ નેતાઓ માટે ગોઠવેલું ડિનર સુદ્ધાં કેન્સલ કરી દીધું. ત્યાર બાદ કોસી નદીમાં આવેલા પૂર માટે ગુજરાત સરકારે આપેલી પાંચ કરોડની સહાય રકમ પણ તેમણે પરત કરી દીધી હતી.

2013 મા નીતિશ વધુ ઉકળ્યાં. ગોવામાં મળેલી રાષ્ટ્રીય કાર્યકારીણીમાંઆ વડાપ્રધાનનાઆ ઉમેદવાર તરીકે મોદીનું નાંમ ઘોષિત થયું. આ સામે નારાજગી દર્શાવી એનડીએ નો સાથ છોડી દીધો. ગઠબંધન છોડતા તેમણે એલાન કર્યું કે,હું મારા સિદ્ધાંતો સાથે સમજૂતી નાથી કરી શકતો એટલે હું અલગ થઈ રહ્યો છું.

પલટુંરામ નીતિશ કુમાર

2014 લોકસભા નીતિશ એકલા લડ્યા અને જેડીયું ને મોટું નુકસાન થયું. હારની જવાબદારી સ્વીકારતા નીતિશે રાજીનામું આપ્યું 2015 ની વિધાનસભામાં તેમણે લાલુ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી. જેડીયું-આરજેડી ની જોડીએ કમાલ સર્જ્યો. પણ બે વર્ષમાં જ નીતિશ આરજેડીથી અલગ થયા અને પરત એનડીએની શરણમાં ગયા.

2019 લોકસભા અને 2020 વિધાનસભા એનડીએ સાથે રહીને લડ્યા. ફરી ઓગસ્ટ 2022માં એનડીએ છોડી આરજેડી સાથે આવ્યા અને સરકાર બનાવી. આ જ વર્ષે જાન્યુઆરીમાં તેઓ આરજેડી છોડી ફરી એનડીએમાં આવી ગયા

મોદી- નાયડુ

મોદી-નાયડુનાઆ સંબંધો પણ ઉષ્માભર્યા નથી રહ્યા. 2018 સુધી ટીડીપી -એનડીએ સાથે હતી. અલગ થયા પછી ટીડીપીએ મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો. જો કે તે પ્રસ્તાવ ટકી ના શક્યો. 2019 લોકસભામાં નાયડુ-મોદી વચ્ચે નિવેદનબાજી થઈ ગઠબંધનથી અલગ થવાથી વડાપ્રધાન મોદીએ નાયડુને ‘યુ ટર્ન ‘બાબુ કહ્યા. એટલું જ નહીં 2002 નાઆ ગુજરાત રમખાણો વખતે પણ અન્ય નેતાઓ સાથે નાયડુ પણ મોદીનું રાજીનામું માંગવાના પક્ષમાં હતા. ત્યારે મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા અને રમખાણો મુદ્દે તેમનું રાજીનામું માંગવા દબાણ વધ્યું હતું.

2019 ની એક રેલીમાં નાયડુએ કહ્યું હતું કે, 2002 માથયેલા ગુજરાત રમખાણ વખતે પહેલો હું હતો કે જેમણે મોદીનું રાજીનામું માંગ્યું હતું. ત્યાર પછી કેટલાય દેશોએ તેમની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વડપરાધન બન્યા બાદ પણ તેઓ ફરી એકવાર અલ્પસંખ્યક સમુદાય પર હુમલો કરવા પ્રયત્ન કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા