નાગપુરના કોરાડી મહાલક્ષ્મી મંદિરમાં દુર્ઘટના, ગેટનો સ્લેબ પડતા 17 મજુર ઘાયલ | મુંબઈ સમાચાર

નાગપુરના કોરાડી મહાલક્ષ્મી મંદિરમાં દુર્ઘટના, ગેટનો સ્લેબ પડતા 17 મજુર ઘાયલ

નાગપુર : મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા કોરાડી મહાલક્ષ્મી જગદંબા મંદિરમાં શનિવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 17 મજૂરો ઘાયલ થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ ભારે વરસાદના પગલે મંદિરમાં નિર્માણાઘીન ગેટનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. જેના લીધે કામ કરી રહેલા 17 મજૂરો ઘાયલ થયા હતા. તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ભારે વરસાદના પગલે બની
હોવાનું માનવામાં આવે છે.

એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે

જોકે, આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. જયારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

સ્લેબ તુટવાનું કારણ હજુ જાણી શકાયું નથી

આ દરમિયાન આ ઘટનાની ગંભીરતાને જોતા જીલ્લા કલેકટર અને નાયબ પોલીસ કમિશ્નર ઘટના સ્થળે પહોચ્યા હતા. તેમજ રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમજ લોકોને અફવા ના ફેલાવા પણ અપીલ કરી છે. આ દુર્ઘટના અંગે અધિકારીએ જણાવ્યું કે આ સ્લેબ તુટવાનું કારણ હજુ જાણી શકાયું નથી. આ અંગે ટીમ દ્વારા તેની તપાસ
કરવામાં આવશે. જયારે ઘટનામાં ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

હાલ જેસીબીની મદદથી કાટમાળ દુર કરવામાં આવી રહ્યો છે. હાલ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં દુર્ઘટના ઘટી રહી છે. નાગપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેના લીધે જનજીવનને વ્યાપક અસર થઈ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button