નેશનલ

Nabanna Protest: હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, બેરીકેડ હટાવ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડયા

કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં નબન્ના અભિયાન(Nabanna Protest)શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે કોલકાતામાં વિદ્યાર્થીઓએ ‘નબન્ના અભિયાન’ વિરોધ શરૂ કર્યો છે. જેના પગલે હાવડા બ્રિજ પર ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ લોખંડના બેરિકેડથી બનાવેલી દીવાલ તોડી નાંખી છે. તેમજ ભારે પથ્થરમારો પણ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વિદ્યાર્થીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જનો સહારો લીધો છે. તેમજ ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે .

ડ્રોન દ્વારા સર્વેલન્સ

જ્યારે પ્રદર્શનકારીઓ સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પોલીસ તેમને વોટર કેનનનો ઉપયોગ કરીને પાછળ ધકેલી રહી છે. આ સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. જેના પગલે વિદ્યાર્થીઓ આગળ જતાં રોકવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના આ પ્રદર્શનને રોકવા માટે કોલકાતા પોલીસે ઘણા રસ્તાઓ બંધ કરી દીધા છે. તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન પહોંચી શકે છે

નબન્ના ભવનની આસપાસ 160 થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ, ડીજીપી નબન્ના ભવનમાં રહેશે. સીપી વિનીત ગોયલ પોલીસ હેડક્વાર્ટરના કંટ્રોલ રૂમમાંથી નિયંત્રણ કરશે. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નબન્ના ભવન પહોંચી શકે છે.

વધારાના દળોને બોલાવવામાં આવ્યા

કોલકાતાના વિવિધ જિલ્લાઓમાંથી પહેલેથી જ વધારાના સુરક્ષા દળો બોલાવવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કોમ્બેટ ફોર્સ, આરએએફ, ક્યુઆરટી, એચઆરએફએસ, વોટર કેનન તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસે નબન્ના અભિયાનના આયોજકો પાસેથી આ રેલીનું નેતૃત્વ કરનારા નેતાઓ વિશે માહિતી પણ માંગી હતી.

Also Read –

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker