ધર્મતેજનેશનલસ્પેશિયલ ફિચર્સ

Jagannath Puri Templeના એ 22 રહસ્યમયી પગથિયાનું રહસ્ય આજેય અકબંધ?

ઓડિશાઃ ઓડિશામાં આવેલા જગન્નાથ પુરી મંદિર (Odisha Jagannath Puri Temple)ના ચારેય દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેને કારણે ભક્તો ખૂબ જ સરળતાથી ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે. પરંતુ આ મંદિરમાં આવેલા 22 પગથિયા પાછળની રહસ્યમયી કથાથી તમે પરિચિત છો? નહીં ને? ચાલો આજે તમને આ કથા વિશે જણાવીએ…

પુરીના જગન્નાથ ધામ મંદિરમાં કુલ 22 પગથિયા આવેલા છે અને એવું કહેવાય છે કે આ તમામ પગથિયા માનવ જીવનની 22 નબળાઈઓનું પ્રતિક છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તમામ પગથિયા રહસ્યમયી છે અને જે પણ ભક્ત આ પગથિયા પરથી પસાર થાય છે તેમણે ચઢતી વખતે એક ખાસ પગથિયાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આવો જોઈએ કયું છે આ ખાસ પગથિયું એના પર પગ રાખવાથી શું થાય એના વિશે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથના દર્શન કરવા જઈ રહ્યા છો? પહેલાં આ વાંચી લો…

પૌરાણિક માન્યતા અનુસાર મંદિરના ત્રીજા નંબરના પગથિયા પર પગ મૂકવો વર્જિત છે કારણ કે આ ત્રીજું પગથિયું યમશિલા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે જો કોઈ આ પગથિયા પર પગ મૂકે છે તો તેના જીવનનું તમામ પુણ્ય ધોવાઈ જાય છે અને પછી એને વૈકુંઠની જગ્યાએ યમલોક જવું પડે છે. આ જ કારણ છે કે ભગવાન જગન્નાથના દર્શન કરવા જતી વખતે આ ત્રીજા પગથિયા પર પગ ના મૂકવાની સલાહ આપવામાં આવે છે.

આ ઉપરાંત મંદિરના 22 પગથિયાને લઈને એક એવી એવી માન્યતા પણ છે કે વર્તમાન સમયમાં 18 જ પગથિયા દેખાય છે અને અનાદા બજાર તરફના બે પગથિયા ઉમેરવામાં આવે તો 20 પગથિયા થાય છે. જ્યારે 21મુ અને 22મુ પગથિયું મંદિરના રસોડાની તરફ છે. આ તમામ પગથિયાની ઊંચાઈ અને પહોળાઈ 6 ફીટ છે અને લંબાઈની વાત કરીએ તો તે 70 ફીટ છે. મંદિરના કેટલાક પગથિયા 15 ફૂટ પહોળા તો કેટલાક 6 ફીટથી પણ ઓછી છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આ તમામ પગથિયા પાર કરવા પડે છે.

વાત કરીએ 22 પગથિયાના નામની તો આ પગથિયાના નામ ટિબરા, કુમદબતી, મંદા, ચંદોબતી, દયાબતી, રંજની, રતિકા, રૌદ્રા, ક્રોધા, બદ્રિકા, પ્રસારિણી, બ્રતિ, માર્જની, ખ્યાતિ, રક્તા, સંદિપની, અજાપાની, મદાંતી, રોહિણી, રામ્યા, ઉગ્રા અને ક્ષોરિને છે. આ તમામ પગથિયા પર પગ મૂકતા જ માણસની અંદરની તમામ બદીઓ દૂર થાય છે. પરંતુ ભગવાનના દર્શન કરીને પાછા ફરતી વખતે જો ત્રીજા પગથિયા પર પગ મૂકવામાં આવે તો યમલોક પહોંચી જશો. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથે આ ત્રીજું પગથિયું યમરાજને આપતા કહ્યું હતું કે જે પણ આ પગથિયા પર પગ મૂકશે એ વૈકુંઠ નહીં પણ યમલોક જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button