નેશનલ

શિક્ષણના મંદિરમાં નફરતના વિચારો! હિંદુ વિદ્યાર્થીને મુસ્લિમ વિદ્યાર્થી પાસે પિટાવ્યો

શિક્ષકની ધરપકડ, સંભલમાં પણ મુઝફ્ફરનગર જેવી ઘટના

સંભલઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર બાદ હવે સંભલથી એક શરમજનક ઘટના સામે આવી છે. યુપીના સંભલની એક ખાનગી શાળામાં જ્યારે બાળકે વર્ગખંડમાં પ્રશ્નનો જવાબ ન આપ્યો તો મહિલા શિક્ષકે તેને એક ખાસ સમુદાયના વિદ્યાર્થી પાસે માર મરાવ્યો હતો.

આ મામલામાં પીડિત બાળકના પિતાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મુસ્લિમ સમુદાયના આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બાળકીએ તેના કોઈપણ સવાલનો જવાબ ન આપ્યો તો ટીચર ગુસ્સે થઈ ગયા. આ પછી તેણે અન્ય સમુદાયના બાળકોને તેને જોરથી થપ્પડ મારવા માટે બોલાવ્યા.

બાળકે ઘરે જઈને તેના પરિવારજનોને તમામ વાત જણાવી ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતરમાં યુપીના મુઝફ્ફરનગરમાં પણ આવો થપ્પડ કાંડ થયો હતો. જોકે, આ આખો મામલો મુઝફ્ફરનગરથી સાવ વિપરીત છે. મુઝફ્ફરનગરમાં એક મુસ્લિમ વિદ્યાર્થીને અન્ય સમુદાયના વિદ્યાર્થીઓએ માર માર્યો હતો, પરંતુ અહીં એક હિન્દુ વિદ્યાર્થીને લઘુમતી સમુદાયના બાળકોએ માર માર્યો હતો. આ ઘટના અંગે જિલ્લાના સિરૌલીના રહેવાસી અને પીડિત બાળકના પિતા નીતિન કુમાર ત્યાગીએ અસમોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.


આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે પીડિતના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે દુગાવર ગામમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા તેમના પુત્ર માનવ ત્યાગીને 26 સપ્ટેમ્બરના રોજ શિક્ષક શાઇસ્તા દ્વારા કેટલાક પ્રશ્નોના જવાબ ન આપવા પર તેના જ વર્ગના મુસ્લિમ વિદ્યાર્થી દ્વારા માર મરાવવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ફરિયાદીનું કહેવું છે કે આ ઘટનાથી તેની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button