નેશનલ

બળાત્કાર… લૂંટ… જેવા ગુનામાં મુસ્લિમ નંબર વન: AIUDF ના પ્રમુખ બદરુદ્દીન અજમલનું નિવેદન

આસામ: ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (AIUDF) ના પ્રમુખ બદરુદ્દીન અજમલના વક્તવ્યને કારણે વિવાદ ઊભો થયો છે. બળાત્કાર…. લૂંટ જેવા ગુનામાં મુસ્લિમ નંબર વન છે. એટલું જ નહીં પણ જેલ જનારા લોકોમાં પણ મુસ્લિમોનો જ પહેલો નંબર છે બદરુદ્દીન અજલમના આ વક્તવ્ય બાદ વિવાદ ઊભો થયો છે.

બદરુદ્દીન અજમલે આસામના ગોલાપારા જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમ અંતર્ગત એક મહાવિદ્યાલયની સભાને સંબોધિત કરતી વખતે મુસ્લિમ સમાજ કંઇ રીતે અશિક્ષિત હોય છે? શિક્ષણની કમીને કારણે કઇ રીતે ગુનહિત પ્રવૃત્તિઓમાં સંડોવાય છે? એ અંગે વાત કરી હતી. તથા આ બધાને તેમણે ગુના સાથે જોડ્યું હતું. બદરુદ્દીન અજમલે કહ્યું કે, ચોરી,બળાત્કાર, લૂંટ આ બધામાં મુસ્લિમ નંબર વન છે.


તથા જેલમાં જનારાઓમાં પણ આપડો ક્રમાંક પહેલો જ છે. આપડાં (મુસ્લીમ સમાજના) બાળકો પાસે સ્કૂલમાં કે કોલેજમાં જવાનો સમય નથી હોતો. માત્ર જુગાર રમવા અને બીજાને ફસાવવા માટે સમય હોય છે. જરા તમે તમારી જાતને પૂછો કે આ શું કરી રહ્યાં છો. બધી જ ખોટી બાબતોમાં મુસ્લિમ સૌતી આગળ છે. અને આ ખરેખર ખૂબ જ દુ:ખની વાત છે. એમ તેમણે કહ્યું હતું.

એટલું જ નહીં પણ તેમણે વધુમાં કહ્યું કે, લોકો ચંદ્ર પર જઇ રહ્યાં છે, સૂર્ય પર યાન મોકલી રહ્યાં છે, પીએચડી કરી રહ્યાં છે. તમે જરા એકવાર પોલીસ સ્ટેશન જઇને જુઓ તો તમને સમજાશે કે સૌથી વધુ ગુનેગારો કોણ છે? અબ્દુલ રહેમાન, અબ્દુલ રહીમ, અબ્દુલ મઝીદ, બદરુદ્દીન, સિરાજઉદ્દીન આવા જ નામો તમને અપરાધીઓની યાદીમાં દેખાશે.


આ વાત દુ:ખદ નથી કે? અજમલના આ વક્તવ્ય બાદ વિવાદ ઊભો થતાં આખરે તેમણે આ બાબતે ખૂલાસો કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં બદરુદ્દીન અજમલે કહ્યું કે, મેં આખા વિશ્વના મુસ્લિમોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. અમારા બાળકો ભણતા નથી એ વાતનું મને દુ:ખ છે. અમારા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ પણ જતાં નથી. મુસ્લિમ ભાઇઓને શિક્ષણનું મહત્વ સમજાય તે માટે આ વક્તવ્ય ક્રયુ હતું.

તેમણે વધુમાં કહ્યું કે, એક તરફ આ યુવાનો કહે છે કે છોકરીઓને જોઇને તેમનું લોહી ઉછળે છે. હું એમને કહેવા માંગુ છું કે, ઇસ્લામમાં કહે છે કે તમે જ્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે તમારી નજર જમીન તરફ હોવી જોઇએ. જો કોઇ પણ છોકરી સામે તમે ખરાબ નજરે જોશો તો તમને એ ખબર હોવી જોઇએ કે તમારા ઘરમાં પણ મા-બહેન છે. જો તમે આવો વિચાર કરશો તો તમારા મનમાં છોકરીઓ માટે ખરાબ વિચાર નહીં આવે. એવી સલાહ બદરુદ્દીન અજમલે આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button