નેશનલ

જો આ દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી તો તમારી ખેર નથી

14 ફેબ્રુઆરી આવી રહી છે. હે તો તું કેવી રીતે વિશ કરવાની છે? મને તો સમજાતું જ નથી કે શું ગીફ્ટ લઉં. થોડી કન્ફ્યુઝ છું કે કેવી રીતે વિશ કરું…… આ લાગણીસભર શબ્દો બે બહેનપણીઓ એકબીજાને કહી રહી હતી પરંતુ શું તમે જાણો છો કે એવા પણ કેટલાક દેશો છે જ્યાં વેલેન્ટાઈન ડે ઉજવવા પર પ્રતિબંધ છે.

સૌ પ્રથમ વાત કરીએ મલેશિયાની, મલેશિયામાં વર્ષ 2005માં સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે અહી કોઈ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવશે નહીં. આ માટે ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો અને લોકોને કહેવામાં આવ્યું કે આ દિવસએ યુવા પેઢીના નૈતિક પતન અને બરબાદીનો દિવસ છે. જો કે ઘણા લોકો આજના સમયમાં છુપાઈને વેલેન્ટાઈન ડેની ભજવણી કરે છે. જો જાહેરમાં કોઈ કપલ કંઈ કરતા જોવા મળે તો તેમની ધરપકડ થઈ શકે છે.


આ જ રીતે 2012 સુધી ઉઝબેકિસ્તાનમાં પણ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવતો હતો. બાદમાં આ ઇસ્લામિક દેશે વેલેન્ટાઈમ ડે ઉજવવાના કારણે નૈતિક મૂલ્યોનું હનન થાય છે એમ કહીને તેની પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત 14 ફાબ્રુઆરીના રોજ ઉઝબેકિસ્તાનના નાયક બાબરનો જન્મદિવસ ઉજવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.


ઈરાનમાં પણ 2010માં વેલેન્ટાઈન ડે પર સત્તાવાર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અહીં સરકારે એવું કહ્યું હતું કે આ આપણી નૈતિક અધોગતિની ઉજવણી છે, જે પશ્ચિમી સભ્યતાને પ્રોત્સાહન આપે છે. વેલેન્ટાઈન ડેને લગતી ભેટો અથવા અન્ય કોઈપણ વસ્તુઓ અહીં મળતી નથી. અને જો કોઈ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.


આ ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આવો જ નિયમ છે. ત્યાં પણ આ દિવસને ઈસ્લામિક મૂલ્યોની વિરુદ્ધ માનવામાં આવે છે. વર્ષ 2018માં અહીં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં વેલેન્ટાઇન ડેને ઇસ્લામિક શિક્ષણની વિરુદ્ધ હોવાનું કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ કોર્ટે વેલેન્ટાઈન ડે ઉજવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ત્યાંના લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.


સાઉદી અરેબિયામાં પણ વેલેન્ટાઈન ડે ઉજવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહી વર્ષોથી આ દિવસની ઉજવણી કરવામાં નથી આવતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો થોડી થોડી છૂટછાટ લેવા લાગ્યા છે. પરંતુ અહીના કાયદા પ્રમાણે જાહેરમાં વેલેન્ટાઈનની ઉજવણી કરી શકતા નથી. જો અહીનો કોઈ પણ નાગરિક એમ કરતા પકડાય છે તો તેની ધરપકડ કરવામાં આવે છે. જો કે હવે લોકો પોતાના પાર્ટનર સાથે પોતાના ઘરમાં વેલેન્ટાઈન ડે ઉજવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button