નેશનલ

Uttar Pradesh: આ કારણે સમૃદ્ધ પરિવારના પાંચનો જીવ ગયો ને હત્યારો પોતે પણ મર્યો

લખનઉઃ Uttar Pradesh sitapurમાં બનેલી ઘટનાએ સૌને હચમાચવી મૂક્યા છે ત્યારે તેનું કારણ પણ એટલું જ વ્યથિત કરનારું છે. ખૂબ જ સમૃદ્ધ એવો પરિવાર સુખેથી રહેતો હતો, પરંતુ દીકરાની નશાની આદતથી પરેશાન હતો. દીકરો પોતાનુ અને પરિવારનું જીવન આ રીતે બરબાદ ન કરે તેવા આશયથી પરિવાર તેને સમજાવતો હતો અને નશામુક્તિ કેન્દ્રમાં મૂકવા માગતો હતો, પરંતુ પરિવારને ખબર ન હતી કે દીકરાને લત એવી લાગી હતી કે તે ભાન ભૂલી ગયો અને આખો પરિવાર હતો ન હતો થઈ ગયો.

અહીં રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્હાપુર ગામના રહેવાસી અનુરાગ સિંહ (45)એ શનિવારે રાત્રે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે તેની માતા સાવિત્રી (62) અને પત્ની પ્રિયંકા સિંહ (40)ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી પુત્રી આશ્વી (12), અર્ના (8) અને પુત્ર અદ્વિક (4)ને છત પરથી ફેંકી દીધા હતા. અહીંથી ન રોકાતા તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી ને તે પણ મર્યો. પરિવારના તમામ સભ્યોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર અદ્વિકને ગ્રામ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.


અહીંના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવક નશામાં ધૂત રહેતો હતો. પરિવાર તેને વ્યસનમુક્તિ સેન્ટરમાં લઈ જવા માંગતો હતો. આ બાબતે રાત્રે વિવાદ થયો હતો. યુવક ગુસ્સામાં આવી ગયો ને આવેશમાં તેણે આ પગલુ ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે.


રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિવારના પાંચ સભ્યોની હત્યા કર્યા બાદ પોતાને ગોળી મારનાર અનુરાગ સિંહનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ છે. પરિવાર લખનૌમાં રહેતો હતો. અનુરાગ મોટેભાગે ગામમાં રહેતો હતો. પત્ની શુક્રવારે જ બાળકો સાથે ગામમાં આવી હતી.


પત્ની પ્રિયંકા લખનૌ સ્થિત બેંકમાં કામ કરતી હતી. આ ઉપરાંત ઘરઆંગણે 100 વીઘાથી વધુ જમીન ખેતી હેઠળ હતી. અનુરાગ B.Sc એગ્રિકલ્ચર હતો અને તેને ખેતીમાં રસ હતો. તે ખેતીકામ સંભાળતો હતો.


મૃતક અનુરાગ સિંહના ભાઈ અજીત સિંહે જણાવ્યું કે રાત્રે 2.30 થી 3 વાગ્યાની વચ્ચે ગોળીબારનો અવાજ સંભળાયો. જ્યારે તે તેના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેણે લોહીલુહાણ દ્રશ્ય જોયું. આ પછી જ્યારે અનુરાગ તેને પણ મારવા દોડ્યો ત્યારે અજીત સિંહે પોતાને રૂમમાં બંધ કરી લીધો. જો તેણે આમ ન કર્યું હોત તો અનુરાગે તેને પણ મારી નાખ્યો હોત.


સીતાપુરના એસએસપી ચક્રેશ મિશ્રાએ આપેલા નિવેદન અનુસાર આજે, મથુરામાં રામપુર પોલીસને માહિતી મળી હતી કે 45 વર્ષીય અનુરાગ સિંહ નામના માનસિક રીતે બીમાર વ્યક્તિએ પોતાને ગોળી મારતા પહેલા કથિત રીતે તેના પરિવારના 5 સભ્યોની હત્યા કરી દીધી છે. હત્યા કરવામાં આવી છે… પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસા પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.


જો યુવકના આવા વર્તનનું કારણ નશો હોય તો તમામ નશો કરતા લોકોએ સમજવાની જરૂર છે કે તેમની આ લત તેમને અને પરિવારને કેવા પરિણામો તરફ લઈ જઈ શકે છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker