
મુંબઇ : શેરબજારમાં(Stock Market) આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 94 અંકના વધારા સાથે 82985 ના સ્તર પર ખૂલ્યો હતો. નિફ્ટી 25406 ના સ્તર થી 50 અંક ના વધારા સાથે આજના કારોબારની શરૂઆત કરી છે.
જેમાં શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સે 83000ની સપાટી વટાવી દીધી છે. ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, રિલાયન્સ જેવા શેરોએ સેન્સેક્સના ઉછાળામાં ફાળો આપ્યો છે.
મેટલ ઇન્ડેક્સમાં મજબૂત વધારો
જ્યારે બુધવારે મળનારી યુએસ ફેડની બેઠક વૈશ્વિક બજારો માટે એક મોટો સંકેત બની રહી છે. આ સિવાય આજે બેંક નિફ્ટી 52,000ની ઉપર ખુલી છે અને શરૂઆતની મિનિટોમાં બેંક નિફ્ટીના 12માંથી 9 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મેટલ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને મેટલ ઇન્ડેક્સમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે.
આજે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું લિસ્ટિંગ
આજે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે અને શેરબજારમાં તેના IPO કરતાં લગભગ બમણા સ્તરે લિસ્ટિંગ જોવા મળી રહ્યું છે.
એશિયન માર્કેટ
મીડિયા અહેવાલ અનુસાર જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયાના બજારો રજાઓના કારણે બંધ છે. જાપાનના નિક્કી વાયદામાં નીચા વેપાર થયા હતા. MSCIનો જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો વ્યાપક સૂચકાંક ગયા અઠવાડિયે 0.8 ટકાના ઉછાળા પછી લગભગ ફ્લેટ હતો.