ટોપ ન્યૂઝનેશનલ

Rahul Gandhi ની ન્યાય યાત્રાનો આજે Mumbai પ્રવેશ, આવતી કાલે વિશાળ રેલી, જાણો કોણ-કોણ જોડાશે?

મુંબઈ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે (17 માર્ચે) મુંબઈમાં સમપાત થશે જે આજે મુંબઈ પહોંચશે (Bharat Jodo Nyay Yatra Mumbai). મહારાષ્ટ્રના પ્રમુખે જણાવ્યુ કે ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન એક વિશાળ રેલીથી થશે. આ રેલીમાં INDIA ગઠબંધનના નેતાઓ પણ સામેલ થવા જઈ રહ્યા છે. તેઓ વધુમાં જણાવે છે કે તમામ નેતાઓ રાહુલ ગાંધીનું સ્વાગત કરશે.

આપને જણાવી દઈએ કે આ રેલીનું આયોજન શિવજી પાર્કમાં થશે.મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની યાત્રા રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં પૂરી થશે. રેલીમાં ભારતીય ગઠબંધનના નેતાઓ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP)ના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. આ યાત્રા શનિવારે બપોરે મુંબઈમાં પ્રવેશ કરશે. આ પછી, ગાંધી દાદરમાં ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકરના સ્મારક ‘ચૈત્ય ભૂમિ’ની મુલાકાત લેશે.

કોણ-કોણ જોડાશે આ રેલીમાં

1 એમકે સ્ટાલિન, મુખ્યપ્રધાન, તમિલનાડુ
2 અખિલેશ યાદવ, પૂર્વ મુખ્યપ્રધાન, ઉત્તર પ્રદેશ
3 ઉદ્ધવ ઠાકરે, પૂર્વ મુખ્યપ્રધાન, મહારાષ્ટ્ર
4 તેજસ્વી યાદવ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન, બિહાર
5 શરદ પવાર, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી
6 મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય અધ્યક્ષ, કોંગ્રેસ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…