મુંબઈ-અમદાવાદની સંસ્થાઓ આજે અવકાશમાં પેલોડ મોકલશે | મુંબઈ સમાચાર
નેશનલ

મુંબઈ-અમદાવાદની સંસ્થાઓ આજે અવકાશમાં પેલોડ મોકલશે

નવી દિલ્હી : ભારતની ચાર અંતરિક્ષ સ્ટાર્ટઅપ કંપનીઓ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેેશન (ઈસરો)ના પોલર સેટેેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી)-સી૫૮ મિશનમાં માઈક્રોસેટેલાઈટ સબસિસ્ટમ, સૂક્ષ્મ ઉપગ્રહ પ્રણાલીમાં મૂકતા થ્રસ્ટર અથવા નાના એન્જિનનું અને ઉપગ્રહો માટે શિલ્ડ કોટિંગનું પ્રદર્શન કરતા પેલોડને અંતરિક્ષમાં મોકલશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)-મુંબઈ સાથે સંકળાયેલી અને અરિન્દ્રજિત ચૌધરીએ સ્થાપેલી મુંબઈ સ્થિત ઈનસ્પેલિટી સ્પેસ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ ગ્રીન બાયોરેપલન્ટ ક્યુબસેટ પોપ્યુલશન યુનિટ એટલે કે ગ્રીન ઈમપલ્સ ટ્રાન્સિમીટરનું પરીક્ષણ કરશે.

મુંબઈ સ્થિત કે.જે. સોમૈયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ઈસરોના પીએસએલવી ઓર્બિટલ એક્સપ્રિમેન્ટલ મોડ્યુલ (પીઓઈએમ)માં એમેટર રેડિયો સેટેલાઈટ બિલીફસેટ-૦ પણ હશે.
અમદાવાદ સ્થિત ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી અંતરિક્ષમાં રહેલા રજકણોની ગણતરી કરતાં ડસ્ટ એક્સપરિમેન્ટ (ડીઈએક્સ) કરશે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button