નેશનલ

માફિયા મુખ્તાર અંસારીને મોટી રાહત

અલાહાબાદ હાઇ કોર્ટમાંથી મળ્યા જામીન

બાંદા જેલમાં બંધ પૂર્વાંચલના સ્ટ્રોંગમેન માફિયા મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં મોટી રાહત મળી છે. અલાહાબાદ હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં બાહુબલિ મુખ્તાર અંસારીની જામીન અરજી મંજૂર કરી છે. તેમજ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલ રૂ.5 લાખના દંડ પર પણ સ્ટે મુકવામાં આવ્યો છે. અને કોર્ટે સજા પર રોક લગાવી નથી. સજા અંગે સુનાવણી ચાલુ રહેશે. હાઈકોર્ટે 20 સપ્ટેમ્બરે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મુખ્તાર અંસારીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ગાઝીપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી 10 વર્ષની સજાને પડકારી હતી. ગાઝીપુરના MP MLAની વિશેષ અદાલતે 29 એપ્રિલે ગેંગસ્ટર કેસમાં મુખ્તારને સજા સંભળાવી હતી. મુખ્તાર અંસારીના વકીલ ઉપેન્દ્ર ઉપાધ્યાયે હાઈકોર્ટમાં સર્ટિફિકેટ દાખલ કર્યું હતું . અને તેણે કોર્ટને જણાવ્યું હતું કે મુખ્તાર અંસારી 12 વર્ષ 4 મહિનાથી જેલમાં છે.


વકીલની દલીલ એવી હતી કે મુખ્તાર અન્સારીએ ટ્રાયલ દરમિયાન તેના કરતાં વધુ સજા ભોગવી હતી. આ મામલે કોર્ટે બાંદા જેલ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. બાંદા જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પરંતુ જસ્ટિસ રાજબીર સિંહની સિંગલ બેન્ચે મુખ્તારને જામીન આપતાં દંડ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, સજા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. આ કેસમાં જામીન મળ્યા બાદ પણ મુખ્તાર અંસારી જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે અન્ય ઘણા કેસમાં જામીન મળવાના બાકી છે.


મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને આ જ કેસમાં જામીન મળી ચૂક્યા છે . ગાઝીપુર MP-MLA સ્પેશિયલ કોર્ટે અફઝલ અંસારીને 4 વર્ષની જેલની સજા સંભળાવી હતી, જેના કારણે તેનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button