જીએસટીના સુધારા ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક: મુકેશ અંબાણી | મુંબઈ સમાચાર
વેપાર

જીએસટીના સુધારા ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક: મુકેશ અંબાણી

મુંબઇ: સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના સુધારાઓને આવકારતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેને ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે પ્રોત્સાહક પ્રેરકબળ ગણાવતાં કહ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર ૭.૮ ટકા સુધી પહોંચ્યો છે.

નવા સુધારા અર્થતંત્રને વધુ વેગ આપવાની ક્ષમતા ધરાવે છે, જે વિકાસ દરને દ્વીઅંકી સ્તર નજીક લઈ જવામાં મદદરૂપ બનશે.

અંબાણીએ આ પગલાંને ઐતિહાસિક તેમ જ ભારતના લોકો માટે દિવાળી ભેટ સાથે સરખાવતા કહ્યું હતું કે, જીએસટી સુતાર્કિકીકરણ દેશમાં સોંઘવારી લાવવા સાથે અર્થતંત્રને વિકાસગતિ આપશે.

આ પણ વાંચો :2030 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બમણી કરવાનો મુકેશ અંબાણીનો પ્લાન, રોકાણકારોને થશે ફાયદો

આ પગલું ગ્રાહકો માટે ઉત્પાદનો અને સેવાઓને વધુ સસ્તી બનાવવા, વ્યવસાય કરવાની કાર્યકારી જટિલતાને સરળ બનાવવા, ફુગાવો ઘટાડવા અને રિટેલ ક્ષેત્રમાં વપરાશ વૃદ્ધિને વેગ આપવા તરફ એક પ્રગતિશીલ પગલું છે.

દરમિયાન રિલાયન્સ રિટેલ વેન્ચરના ડિરેકટર ઇશા અંબાણીએ જીએસટી સુધારણાને એક પરિવર્તનશીલ પગલું ગણાવતાં એવી બાયધરી વ્યક્ત કરી હતી કે ગ્રાહકોને જીએસટીના દરઘટાડાનો લાભ તાત્કાલિક ધોરણે આપવામાં આવશે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button