એન્ટિલિયા ખાતે રસોઈ બનાવતા શેફને Mukesh Ambani ચૂકવે છે આટલો પગાર, આંકડો સાંભળીને….
એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમનો પરિવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે અંબાણી પરિવારના શેફને કેટલો પગાર આપવામાં આવે છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મુકેશ અંબાણીના રસોઈયાને દર મહિને આશરે બે લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. આ સિવાય હેલ્થ ઈન્શ્યોરન્સ અને પકિવાર માટે એજ્યુકેશન સપોર્ટ જેવા અનેક બીજા પર્ક્સ પણ આપવામાં આવે છે.
વાત કરીએ અંબાણી પરિવારની તો મુકેશ અંબાણી શાકાહારી છે અને તેમને અલગ અલગ વાનગીઓ ખાવાનું પસંદ છે. નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મુકેશ પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે પણ હંમેશા પોતાના પરિવાર સાથે ડિનર કરવા માટે સમય કાઢી જ લે છે. પરિવાર સાથે ભોજન કરવું એ તેમના ડેઈલી રૂટિનનો એક મહત્ત્વનો હિસ્સો છે.
આ સિવાય ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ છે કે મુગકેશ અંબાણીને સ્ટ્રીટ ફૂડ અને એમાં પણ ખાસ કરીને સેવપુરી અને બીજા ચટપટા સ્નેક્સ ખૂબ જ પસંદ છે. મુંબઈના પોપ્યુલર રેસ્ટોરન્ટ સ્વાતિ સ્નેક્સથી ખાવાનું મંગાવવાનું તેમને ખૂબ જ પસંદ છે. ઘરે સામાન્યપણે દાળ, રોટલી અને ભાત વગેરે બને છે.
નીતા અંબાણી ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે મુકેશને ઘરે બનાવેલું ભોજન જ ગમે છે અને એમને ગુજરાતી દાળ અને રાજમા ખૂબ જ પસંદ છે. મુકેશ અંબાણી સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરે છે. પોતાની હેલ્થને મેઈન્ટેન રાખવા માટે મુકેશ ડાયેટમાં સેલડ અને લીલા શાકભાજી ખાવાનું પસંદ કરે છે.
અંબાણી પરિવાર હોય કે મુકેશ અંબાણી હોય તેઓ પોતાના શેફને પૈસા આપવામાં કોઈ કસર બાકી નથી રાખતા. મીડિયા રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર એન્ટિલિયા ખાતે રસોઈ બનાવતા શેફને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. આ સિવાય તેમને હેલ્થ ઈન્શ્યોરન્સ અને પરિવાર માટે એજ્યુકેશન સપોર્ટ જેવા બીજા ભથ્થા પણ ચૂકવવામાં આવે છે.
ભાઈ આ તો દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાંથી એક છે એટલે તેમની તો કંઈ વાત થાય…