
મુકેશ અંબાણીના રોકાણવાળી ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બરના પરિણામો જાહેર કર્યા છે. આમાં કંપનીને મોટું નુકસાન થયું છે. આલોક ઇન્ડસ્ટ્રીઝની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ વધીને રૂ. 262.10 કરોડ થઈ છે. આ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શનની સંયુક્ત માલિકીની કંપની છે.
આલોક ઈન્ડસ્ટ્રીઝના રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, કંપનીએ એક વર્ષ અગાઉ જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં રૂ. 174.83 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 35.46 ટકા ઘટીને રૂ. 885.66 કરોડ થઈ છે, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે રૂ. 1,372.34 કરોડ હતી. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 25.45 ટકા ઘટીને રૂ. 1,160.63 કરોડ થયો છે.
| Also Read: Mukesh Ambaniની જેમ ધનવાન બનવું છે? આ રહ્યું સિક્રેટ, આજે જ ફોલો કરો આ ટિપ્સ અને…
તે જ સમયે, અન્ય આવક સહિત આલોક ઇન્ડસ્ટ્રીઝની કુલ આવક સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 34.97 ટકા ઘટીને રૂ. 898.78 કરોડ થઈ છે. ટ્રેડ થઇ રહ્યો છે. મંગળવારે તેનો શેર 2.15 ટકાના ઘટાડા સાથે રૂ. 24.03 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 5.54 ટકાનો ઘટાડો થયો છે. સોમવારે તેનો શેર રૂ. 24.62 પર બંધ થયો હતો.આ શેરના ભાવ છ મહિનામાં 11 ટકાથી વધુ ઘટ્યા છે.
10 જાન્યુઆરીએ તેના શેરની કિંમત 37 રૂપિયા હતી જે હવે ઘટીને 24 રૂપિયા પર આવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન તેના શેરમાં લગભગ 36 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષ દરમિયાન આ શેરે 20 ટકા વળતર આપ્યું છે અને પાંચ વર્ષ દરમિયાન આ શેરે 50 ટકાનો નફો આપ્યો છે. આલોક ઇન્ડસ્ટ્રીઝમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 40.01 ટકા અને જેએમ ફાઇનાન્સિયલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનો 34.99 ટકા હિસ્સો છે. આલોક ઇન્ડસ્ટ્રીઝ હોમ ટેક્સટાઇલ, કોટન યાર્ન, ગાર્મેન્ટ ફેબ્રિક, ટેક્સટાઇલ અને પોલિએસ્ટર યાર્નનું ઉત્પાદન કરે છે.