‘મોહમ્મદ યુનુસ નરસંહાર કરી રહ્યા છે’ શેખ હસીનાએ હિંદુઓ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: ગત 5 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ પૂર્વ વડા પ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ભારતમાં શરણ લઇ રહ્યા છે. ત્યાર બાદ શેખ હસીનાએ પહેલી વાર જાહેર નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલા અંગે તેમણે મોહમદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
શેખ હસીનાએ ન્યૂયોર્કમાં ઓનલાઈન આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે યુનુસ પર ‘નરસંહાર’ કરવાનો અને હિન્દુઓ સહિત લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
‘મારી હત્યાનો પ્રયાસ’
શેખ હસીનાએ એવો પણ દાવો કર્યો હતો કે તેના પિતા શેખ મુજીબુર રહેમાનની જેમ તેમની અને તેમની બહેન શેખ રેહાનાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મુજીબુર રહેમાનની 1975માં હત્યા કરવામાં આવી હતી.
Also read: Bangladeshમાં હિંદુ પર હિંસાને લઇને મોહમ્મદ યુનુસનું મોટું નિવેદન, કહ્યું જઘન્ય અપરાધ થયો
5 ઓગસ્ટના રોજ ઢાકામાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, “સશસ્ત્ર પ્રદર્શનકારીઓએ ગણ ભવન તરફ મોકલવામાં આવ્યા હતા. જો સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કર્યો હોત, તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. મને ત્યાંથી જવા માટે મજબુર થવું પડ્યું. મેં સુરક્ષા કર્મચારીઓને કહ્યું હતું કે ભલે કઈ પણ થાય ગોળી ન ચલાવવી.”
યુનુસ પર નરસંહારના આરોપ:
હસીનાએ કહ્યું, “આજે મારા પર નરસંહારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હકીકતમાં, યુનુસ આયોજનબદ્ધ નરસંહાર કરી રહ્યા છે. આ નરસંહાર પાછળના મુખ્ય કાવતરાખોરો વિદ્યાર્થી સંયોજક અને યુનુસ છે.”
હસીનાએ કહ્યું કે ઢાકામાં વર્તમાન સત્તારૂઢ સરકાર લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે. “હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ – કોઈને બક્ષવામાં આવ્યા નથી. અગિયાર ચર્ચ તોડી પાડવામાં આવ્યા છે, મંદિરો અને બૌદ્ધ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે.:
ચિન્મય દાસની ધરપકડ અંગે ચિંતા વ્યકત કરી:
તેમણે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના સ્પષ્ટ સંદર્ભમાં કહ્યું, જ્યારે હિન્દુઓએ વિરોધ કર્યો ઇસ્કોન નેતાની ધરપકડ કરવામાં આવી હતી.
Also read: શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?
હસીનાએ કહ્યું, “લઘુમતીઓ પર આ અત્યાચાર શા માટે થઈ રહ્યો છે? શા માટે તેઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને શા માટે તેમના પર હુમલા થઈ રહ્યા છે? લોકોને હવે ન્યાય મેળવવાનો અધિકાર નથી, મને રાજીનામું આપવાનો પણ સમય ન મળ્યો.” હસીનાએ કહ્યું હતું કે હિંસા રોકવાના ઉદ્દેશ્ય સાથે તેમ\ણે ઓગસ્ટમાં બાંગ્લાદેશ છોડી દીધું હતું, પરંતુ એવું ન થયું.