MS Dhoni ની લોકપ્રિયતાનો લાભ લેશે ચૂંટણી પંચ, આ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત…
રાંચી : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની(MS Dhoni)જોવા મળશે. કારણ કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિ કુમારે કહ્યું કે પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણીમાં પોતાના ફોટાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.
આ પણ વાંચો : ભાજપ દ્વારા ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર: ચંપાઈ સોરેન સહિતનો સમાવેશ…
મહેન્દ્ર સિંહ ધોની મતદારોને જાગૃત કરવાનું કામ કરશે
ચૂંટણી અધિકારી રવિ કુમારે કહ્યું, ‘મહેન્દ્ર સિંહ ધોનીએ ચૂંટણી પંચને પોતાની તસવીરના ઉપયોગ માટે પોતાની સંમતિ આપી દીધી છે. વધુ વિગતો માટે અમે તેમના સંપર્કમાં છીએ. મહેન્દ્ર સિંહ ધોની મતદારોને જાગૃત કરવાનું કામ કરશે.
ધોનીની લોકપ્રિયતાનો લાભ લેવા માંગે છે
ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે મહેન્દ્ર સિંહ ધોની મતદાર શિક્ષણ અને ચૂંટણી ભાગીદારી કાર્યક્રમ હેઠળ મતદારોમાં જાગૃતિ વધારવા માટે કામ કરશે. ચૂંટણી પંચ લોકોને ખાસ કરીને યુવા મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ધોનીની લોકપ્રિયતાનો લાભ લેવા માંગે છે.
ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી
ઝારખંડમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી છે. 13 નવેમ્બરે યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 43 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે છે. ઝારખંડ મુક્તિ મોરચાએ 23 ઓક્ટોબરે ચૂંટણી માટે 35 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
આ પણ વાંચો : ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
ભાજપે 19 ઓક્ટોબરે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 66 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU),જનતા દળ (યુનાઈટેડ) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) સાથે ગઠબંધન કરીને ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડી રહી છે. ભાજપ 68 બેઠકો પર, AJSU 10 બેઠકો પર, JD-U બે બેઠકો પર અને LJP એક બેઠક પર ચૂંટણી લડી રહી છે.