નેશનલ

આ શું, ધનુષ સાથે લગ્ન કરતાં પહેલાં જ મૃણાલ ઠાકુર થઈ પ્રેગ્નન્ટ? બેબી બંપ સાથેના ફોટો સામે આવતાં જ…

સોશિયલ મીડિયા પર હાલમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરના કેટલાક ફોટાઓએ ખળભળાટ મચાવી દીધો છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટામાં મૃણાલ પોતાનો બેબી બમ્પ (Baby Bump) ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે, જેના કારણે ચાહકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ સાથે જ સાઉથ સુપરસ્ટાર ધનુષ સાથે તેના લગ્નની અફવાઓએ પણ જોર પકડ્યું છે. ચાલો જોઈએ શું છે હકીકત આ વાઈરલ થઈ રહેલાં ફોટોની…

બોલીવૂડ અને સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. પણ આ વખતે મૃણાલ તેના લગ્નને લઈને પણ બેબી બંપને કારણે ચર્ચામાં આવી રહી છે. જી હા, સોશિયલ મીડિયા પર મૃણાલ ઠાકુરના કેટલાક ફોટો સામે આવી રહ્યા છે જે જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે, કારણ કે આ ફોટોમાં મૃણાલ ઠાકુર પ્રેગ્નન્ટ દેખાઈ રહી છે અને તે બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે.

મૃણાલ ઠાકુરના આ બેબી બંપ સાથેના ફોટા વાઈરલ થતાં જ સોશિયલ મીડિયા પર સવાલોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફેન્સ એક્ટ્રેસનો આ લૂક જોઈને ચોંકી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસને અભિનંદન આપવાનું પણ શરૂ કરી દીધું હતું. જોકે, આ ફોટો પાછળની સચ્ચાઈ કંઈક અલગ જ છે.

મળતી માહિતી મુજબ, મૃણાલ ઠાકુરના આ વાઈરલ ફોટા તેની આગામી ફિલ્મ અથવા પ્રોજેક્ટના શૂટિંગ દરમિયાનના છે. મૃણાલ હકીકતમાં પ્રેગ્નેન્ટ નથી, પરંતુ આ તેના કોઈ આગામી પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે. અનેક વખત કલાકારો ફિલ્મોમાં પાત્રને જીવંત બનાવવા માટે એક્ટર્સ પ્રોસ્થેટિક મેકઅપનો ઉપયોગ કરતા હોય છે, મૃણાલના કિસ્સામાં પણ આવું જ કંઈક થયું હોવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી મૃણાલ ઠાકુર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ વચ્ચે લગ્નની અફવાઓ પણ ઉડી રહી છે. અહેવાલોમાં કરવામાં આવેલા દાવા અનુસાર સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. જોકે, અત્યાર સુધી ન તો મૃણાલ કે ન તો ધનુષ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. મોટેભાગે આવી અફવાઓ પાયાવિહોણી સાબિત થતી હોય છે.

વાત કરીએ મૃણાલ ઠાકુરના વર્ક ફ્રન્ટની તો મૃણાલ ઠાકુર હાલમાં તેના અનેક મોટા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ફિલ્મ ‘સીતા રામમ’ની સફળતા બાદ તેની લોકપ્રિયતા સાઉથમાં પણ ખૂબ વધી છે. તે સતત નવા પડકારજનક પાત્રો ભજવી રહી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો મૃણાલ ઠાકુરનો લૂક પણ તેના કોઈ પાવરફુલ પાત્રનો ભાગ હોઈ શકે છે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button