નેશનલ

અયોધ્યાની રામલીલામાં પરશુરામનું પાત્ર ભજવશે આ સાંસદ…

અયોધ્યામાં 15મી ઓક્ટોબરથી શરૂ થયેલી રામલીલામાં ઘણી ફિલ્મી હસ્તીઓ છે. જેમાં ભોજપુરી સિનેમાથી લઈને હિન્દી સિનેમા સુધીના ઘણા મોટા ફિલ્મ જગતના કલાકારો રામલીલા ભજવતા જોવા મળે છે. અયોધ્યાની રામલીલા 24 ઓક્ટોબરે પૂરી થશે. જો કે આ વખતની રામલીલામાં એવા ઘણા કલાકારો છે જેઓ પહેલીવાર રામલીલામાં જોવા મળશે. જેમાં ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ વિજયા દશમીના દિવસે ભગવાન રામનું પાત્ર ભજવીને રાવણનું દહન કરશે. ત્યારે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર મનોજ તિવારી પરશુરામના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના સાંસદ રવિ કિશન અયોધ્યાની રામલીલામાં કેવટના રોલમાં જોવા મળશે.

દિલ્હીના સાંસદ મનોજ તિવારે કહ્યું હતું કે આ અયોધ્યાની રામલીલામાં પરશુરામનું પાત્ર ભજવવું મારું સૌભાગ્ય છે. મારા અહોભાગ્ય છે કે ભગવાન રામના જન્મ સ્થળ પર મને રામલીલા ભજવવા મળે છે. ભગવાન રામની કૃપાથી હું પરશુરામનું પાત્ર ભજવી રહ્યો છું.

મનોજ તિવારીએ ખાસ એ જણાવ્યું હતું કે રામલીલા દ્વારા જ ભગવાન રામની કશા સામાન્ય લોકો સુધી પહોંચાડી શકાય છે. રામલીલા દ્વારા રામજી અને સીતાજીના બલિદાનની કથા અને આપણા મહાકાવ્ય વિશે સમજી શકાય છે. આ માટે દરેક લોકો સંયુક્ત પ્રયાસો કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે ત્યાં સુધી કોઇપણ રામભક્તે કે સનાતનીએ ચિંતા કરવાની જરૂર નથી. તેમજ આ ઉત્તર પ્રદેશ છે જ્યાંના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે. તમે આ લખી લો, જે લોકોએ અયોધ્યામાં પ્રભુ રામના જન્મ સ્થળનો નાશ કરવાનું વિચાર્યું હતું તે તમામ હવે કંઇ જ નહી કરી શકે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત