JDU ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા સાંસદ Sanjay Jha,નીતિશકુમારે કરી જાહેરાત
નવી દિલ્હી: જેડીયુની (JDU)રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શનિવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં રાજ્યસભા સાંસદ સંજય ઝાને (Sanjay Jha)પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતીશ કુમાર સિવાય કેસી ત્યાગી, લલન સિંહ, વિજય કુમાર ચૌધરી, દેવેશ ચંદ્ર ઠાકુર સહિત પાર્ટીના તમામ મહત્વપૂર્ણ નેતાઓ બેઠકમાં હાજર હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે આ પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર તમામ કાર્યકારી સભ્યોએ તેને મંજૂરી આપી હતી.
આ પણ વાંચો: Breaking: લદ્દાખમાં સેના અભ્યાસ દરમિયાન દુર્ઘટના, નદીમાં ટેન્ક વહી જતા જવાનો શહીદ થવાની આશંકા
સંગઠન વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી
પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર કુમાર પહેલા જ આ અંગે સંકેત આપ્યા હતા.તેમણે કહ્યું હતું કે પાર્ટીના વિસ્તરણ માટે સંગઠનનું વિસ્તરણ જરૂરી છે. આવી સ્થિતિમાં કારોબારી બેઠકમાં સંગઠન વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પાર્ટીના નેતાઓમાં ખુશીનો માહોલ
સંજય ઝા નીતિશ કુમારના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ નેતાઓમાંના એક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી નીતીશ કુમાર તેમની તમામ ગતિવિધિઓમાં સામેલ હતા. તાજેતરમાં જ તેઓ રાજ્યસભામાં JDUના નેતા તરીકે ચૂંટાયા હતા. હવે તેમને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે. નીતિશ કુમારે પોતે આની જાહેરાત કરી હતી. તમામ સભ્યોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું હતું. બિહારમાં પણ પાર્ટીના નેતાઓમાં ખુશીનો માહોલ છે. પટનામાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે.