નેશનલ

Rajasthanના Pushkarમાં યોજાયેલા આ લગ્ન કેમ છે ચર્ચામાં

ભોપાલઃ આજકાલ લગ્ન સમારંભોમાં થતી ઝાકમઝોળ લોકોની નજરે ચડે છે. ખાસ કરીને કઈ મોટી હસ્તી હોય અને તેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તો જયાં લગ્ન હોય ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ઘણા તામજામ હોય છે અને સામાન્ય જનતા પરેશાન થાય છે, પરંતુ રાજસ્થાનમાં એક લગ્નની ચર્ચાનું કારણ તેની ભવ્યતા નહીં પણ સાદગી બની છે. આમ તો કોઈ ગરીબ કે મધ્યમવર્ગીયના લગ્ન સાદા જ હોવાના પણ આ લગ્ન રાજકારણની એક મોટી હસ્તીના પુત્રના છે અને તેથી જ તેમની સાદાઈ સૌને આકર્ષી રહી છે. આ લગ્ન છે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવના પુત્રના. લાગીને નવાઈ…યાદવના પુત્રના લગ્ન તો રિસોર્ટમાં થયા પણ મુખ્ય પ્રધાન પુષ્કર આવ્યા ત્યારે તેમની અને તેમનાં પત્નીની સાદગી જોઈને લોકો અચંબામાં પડી ગયા હતા.

એમપીના મુખ્ય પ્રધાન મોહન યાદવ તેમના પુત્ર વૈભવ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે બે દિવસ માટે પુષ્કર રિસોર્ટ આવ્યા હતા. મુખ્ય પ્રધાને તેમની યાત્રા ખૂબ જ સરળ રીતે કરી હતી જેથી ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે. જોકે, સુરક્ષાના કારણોસર પોલીસે પુષ્કર સરોવર અને બ્રહ્મા મંદિરને અડધો કલાક વહેલા ખાલી કરાવ્યા હતા.

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તેમની પત્ની સાથે જગતપિતા બ્રહ્મા મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા અને પવિત્ર પુષ્કર સરોવરમાં પૂજા પણ કરી હતી. મોહન યાદવ તેમના પુત્ર વૈભવ યાદવના લગ્નમાં હાજરી આપવા માટે પુષ્કર રિસોર્ટમાં બે દિવસ માટે આવ્યા હતા. મોહન યાદવ શુક્રવારે સાંજે પુષ્કર પહોંચ્યા હતા. જ્યાં લગ્નની કેટલીક વિધિઓ કર્યા બાદ દેશની સમૃદ્ધિ માટે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને તે માટે તેમણે ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી પુષ્કર સરોવરની પૂજા કરી હતી.

મોહન યાદવે પોતાની યાત્રા ખૂબ જ સરળ રીતે કરી જેથી ઘણા લોકોને તકલીફ ન પડે. જોકે, સુરક્ષાના કારણોસર પોલીસે પુષ્કર સરોવર અને બ્રહ્મા મંદિરને અડધો કલાક વહેલા ખાલી કરાવ્યા હતા. વૈભવ અને પુત્રવધૂ શાલિની યાદવના લગ્ન રિસોર્ટમાં કરવામાં આવ્યા હતા.

ઘાટ પર પૂજા કર્યા બાદ મોહન યાદવની પત્ની સીમા યાદવે પતિ મોહન યાદવના પગ ધોયા અને આશીર્વાદ લીધા. આ ધાર્મિક પરંપરા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

અત્યાર સુધી પુષ્કર આવી ચુકેલા ઘણા મુખ્યમંત્રીઓ સામેલ છે. પૂજા બાદ મુખ્યમંત્રીની સાથે આવેલા અધિકારીઓ જ પંડિતોને દક્ષિણા આપતા હતા. પરંતુ મોહન યાદવે દક્ષિણા તરીકે ઉપસ્થિત તમામ બ્રાહ્મણોને પોતાના હાથે 500-500 રૂપિયા આપ્યા હતા.

બ્રહ્માઘાટ પહોંચતા તીર્થ પુરોહિત સંઘ ટ્રસ્ટ વતી વિમલ અદાલી, ગોવિંદ પરાશર, સંજય પરાશરે તેમનું સ્વાગત કર્યું હતું. પુષ્કર સરોવરની પૂજા શિવ સ્વરૂપ મહર્ષિ અને તેમના ભાઈ વિજય સ્વરૂપ મહર્ષિ દ્વારા કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button