મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાને BJP એ આપી મોટી ઑફર, કહ્યું- ‘50 કરોડ લો, મંત્રી બનાવીશું!
MP News: મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગ્વાલિયરમાં વિપક્ષ નેતા ઉમંગ સિંઘારનું (Umang Singhar) મોટું નિવેદન સામે આવ્યું છે. સિંઘારે દાવો કર્યો કે, બીજેપીએ તેમને 50 કરોડ રૂપિયા અને મંત્રી પદની લાલચ આપી હતી. પરંતુ તેમણે ફગાવી દીધી હતી. સિંઘારે કહ્યું, જનતાએ અમને ચૂંટીને મોકલ્યા છે. અમારી આ જવાબદારી બને છે.
આ પણ વાંચો : મુખ્ય પ્રધાનના સમોસા કોણ ખાઈ ગયું? CIDની તપાસ, પોલીસકર્મીઓને નોટિસ, જાણો શું છે મામલો
વિજયપુરમાં પેટાચૂંટણી પહેલા ઉમંગ સિંઘારે નિવેદન આપીને સનસનાટી મચાવી છે. તેમણે કહ્યું, રામનિવાસ રાવત જનતાનો વિશ્વાસઘાત કરીને ભાજપમાં સામેલ થયા છે. આ પેટાચૂંટણીમાં વિજયપુરની જનતા તેમને ઘરે બેસાડશે. ભાજપે મને પણ ઑફર આપી હતી કે 50 કરોડ લો અને મંત્રી બનાવીશું. પરંતુ હું નહોતો વેચાયો. કારણકે હું સમજું છું કે જ્યારે લોકો તમને ચૂંટણી જીતાડે છે ત્યારે તમારી તેમના પ્રત્યે જવાબદારી વધી જાય છે. તેમના પ્રત્યે તમારી ઈમાનદારી પણ હોય છે. કોંગ્રેસ નેતા ઉમંગ સિંઘારે કહ્યું, જે લોકો વેચાઈ જાય છે તેમને ઘરે બેસાડવા જોઈએ. જનતા આવા લોકોને ઓળખી ગઈ છે. પક્ષપલટો કરનારા અનેક ધારાસભ્યોને આજે ઘરે બેસવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખડગેની જીભ લપસી, વિવાદાસ્પદ ટિપ્પણી કરી
ભાજપે કહ્યું- સિંઘાર નામ આપે
ઉમંગ સિંઘારના નિવેદનને લઈ ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમરે પલટવાર કર્યો છે. તોમરે કહ્યું કે, ઉમંગ સિંઘાર સમાચારમાં રહેવા આવા નિવેદનો આપે છે. સિંઘારે પહેલા દિગ્વિજય સિંહ પર પણ ખંડણીના આરોપ લગાવ્યા હતા. જો સિંઘારને ભાજપમાંથી કોઈએ ઑફર આપી હતી તો તેનું નામ જાહેર કરવું જોઈએ. સિંઘાર સમાચારોમાં છવાયેલા રહેવા માટે નિવેદનબાજી કરવાના બદલે સામે આવીને વાત કરવી જોઈએ.