નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના નોઈડામાં નાની તકરાર પર તેની પત્ની પર હુમલો કરવા બદલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. વિવેક બિન્દ્રા માત્ર યુટ્યુબર નથી પણ એક મોટા બિઝનેસમેન પણ છે. 6 ડિસેમ્બર, 2023 ના રોજ, તેણે યાનિકા સાથે લગ્ન કર્યા અને 14 ડિસેમ્બરે તેની વિરુદ્ધ કેસ કેસ નોંધવામાં આવ્યો. વિવેક બિન્દ્રા પર પત્નીને માર મારવાનો આરોપ છે. આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પીડિત મહિલાના ભાઈની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ માર માર્યા બાદ મહિલાએ ઘણા દિવસો સુધી દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
બિન્દ્રાની પત્ની યાનિકાના ભાઈ વૈભવ ક્વાત્રાએ આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી, તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આ ઘટના નોઈડાના સેક્ટર 94માં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સીમાં બની હતી, જ્યાં હાતમાં તેઓ રહે છે. 7 ડિસેમ્બરની સવારે બિન્દ્રા અને તેની માતા પ્રભા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે યાનિકા દરમિયાનગીરી કરવા આગળ આવી ત્યારે બિન્દ્રાએ તેના પર હુમલો કર્યો.
આ હુમલાને કારણે યાનિકાને ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે યાનિકાને એટલી હદે મારવામાં આવી હતી કે તેના કાનનો પડદો પણ ફાટી ગયો હતો. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે. વિવેક બિન્દ્રાનો તેની પત્ની સાથેની લડાઈનો એક વીડિયો પણ વાઈરલ થયો છે.
ડૉ.વિવેક બિન્દ્રા પોતાને બિઝનેસ ગુરુ કહે છે. યુટ્યુબ પર તેની ઘણી ચેનલો છે અને તે લોકોને માર્કેટિંગ અને બિઝનેસની યુક્તિઓ શીખવે છે. તેમજ બિન્દ્રા બડા બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ (BBPL)ના CEO છે અને તેમને યુ ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.
યુટ્યુબર સંદીપ મહેશ્વરીએ તેની યુટ્યુબ ચેનલ પર મોટા કૌભાંડનો પર્દાફાશ શીર્ષક સાથે એક વિડિયો વાઈરલ કર્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ બિન્દ્રાની કંપની દ્વારા છેતરપિંડી થઈ હોવાનો દાવો કર્યો હતો. જોકે બિન્દ્રાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.