સગી માતાએ દીકરીનું ઢીમ ઢાળ્યું! પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો…

તિરૂવંતપુરમ, કેરળઃ માતા અને પિતાને પૃથ્વી પરના ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ કેરળમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કેરળના એક ગામમાં સગી માતાએ દીકરીને નદીમાં ફેકી દીધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.વાત માત્ર અહીં પૂરી નથી થતી પરંતુ જ્યારે માસૂમ દીકરીની લાશ મળીને અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે રિપોર્ટ્સ ખુદ પોલીસે ચોંકી ગઈ હતી. આ કેસમાં જે હકીકત પ્રકાશમા આવી છે, તે ખરેખર ખૂબ જ દુઃખદ છે. પહેંલા માતાએ એવું કહ્યું કે, તેની દીકરી કેટલાય દિવસથી ગુમ થઈ હતી. પોલીસને એવું કહ્યું કે, જ્યારે તે બસમાં સફર કરી રહ્યાં હતા, ત્યારે તે ગાયબ થઈ ગઈ હતી. પરંતુ આ કહાણી ખોટી નીકળી છે. ચાલો તમને જણાવીએ સાચી હકીકત…
આખરે શા માટે માતાએ પોતાની જ દીકરીની હત્યા કરી?
માતાએ પોલીસને જણાવેલી કહાણી એકદમ ખોટી સાબિત થઈ છે. જ્યારે પોલીસે વધારે દબાણ કરીને પૂછપરછ કરી ત્યારે માતાએ કબૂલ કર્યું કે તેણે જાતે જ પોતાની દીકરીને નદીમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં પરંતુ જ્યારે માસૂમ દીકરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે, તેનું અનેક વખત શારીરિક શોષણ થયેલું છે. જેથી પોલીસે આ કેસમાં વધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, દીકરીના માતા અને પિતા વારંવાર ઝઘડો કરતા રહેતા હતા. આ દરમિયાન દીકરીના કાકા વારંવાર તેમના ઘરે આવતા હતાં. જેથી પોલીસને આ વ્યક્તિ પર શંકા ગઈ હતી.
કાકાએ જ વારંવાર માસૂમ દીકરીનું શોષણ કર્યું
પોલીસે જ્યારે આ મામલે પૂછપરછ કરી ત્યારે એ પ્રમાણિત થઈ ગયું કે, આ માસૂમ દીકરી સાથે તેના કાકાએ જ વારંવાર શોષણ કર્યું છે. જેથી કેરળ પોલીસે કાકા સામે પોક્સો એક્ટ હેઠલ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. એટલું જ નહીં પરંતુ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, આ વાતની તેની માતાને જાણ હતી કે નહીં? જો જાણકારી હશે તો માતા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જો કે, અત્યારે માતા સામે પણ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, પોતાના બાળકોની આસપાસ કોણ રહે છે તેનું પરિવારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.