2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને આ સાથે જ દુનિયાના સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ (Google) દ્વારા 2024માં સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રિટીઓની એક યાદીમાં બહાર પાડી છે. આ લિસ્ટમાં ભારતના ત્રણ સેલેબ્સે સ્થાન મેળવ્યું છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ ત્રણ સેલેબ્સ શાહરૂખ ખાન (Shahrukh Khan), દીપિકા કોણ (Deepika Padukone) કે આલિયા ભટ્ટ (Alia Bhatt)માંથી કોઈ એક હશે તો એવું નથી. ચાલો તમને જણાવીએ કે તો પછી કોણ છે આ સેલેબ્રિટી…
તમારી જાણ માટે કે ટોપ ટેન સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સેલિબ્રિટીઓમાં પવન કલ્યાણ બીજા સ્થાને છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પવન કલ્યાણનું સાચું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે અને તે સુપરસ્ટાર ચિરંજીવીનો નાનો ભાઈ છે.
આશરે બે દાયકા સુધી ફિલ્મી દુનિયામાં સક્રિય રહેનારા પવન કલ્યાણની દિવાનગી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રજનીકાંતની બરાબર માનવામાં આવે છે. રજનીકાંતની જેમ પવને પણ એક્ટિંગની દુનિયામાં નામ અને સિદ્ધિ હાંસિલ કર્યા બાદ રાજકારણ જોઈન કર્યું હતું. 2024ની વિધાનસભાની ચૂંટણીમાં પવન કલ્યાણે જોરદાર જિત હાંસિલ કરી હતી અને તેઓ આંધ્ર પ્રદેસના ડેપ્યુટી સીએમ બની ગયા હતા.
ટોપ-10 મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટીના લિસ્ટમાં જાણીતી ટીવી એક્ટ્રેસ હીના ખાનનું નામ પણ સામેલ છે અને તે આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને કસૌટી ઝિંદગી કી જેવા શોમાં એક્ટિંગ કર્યા બાદ હિના ખાને રિયાલિટી ટીવી શો બિગ બોસમાં ભાગ લીધો હતો. તે શો તો ના જિતી શકી પણ ચર્ચાનું કારણ ચોક્કસ બની હતી. આ સિવાય આ યાદીમાં નિમ્રત કૌરનું નામ આઠમા નંબર પર છે. 2024માં નિમ્રત કૌરનું નામ અભિષેક બચ્ચન સાથે જોડાયું હતું. જોકે, આ આ હકીકત છે કે નહીં એ તો જાણી શકાયું નહોતું, પણ નિમ્રત મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી ચોક્કસ બની ગઈ.
આ છે સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રિટીઓ-
કેટ વિલિયમ્સ (અમેરિકન કોમેડિયન અને એક્ટર)
પવન કલ્યાણ (ઈન્ડિયન એક્ટર)
એડમ બ્રોડી (અમેરિકમ એક્ટર)
એલા પર્નેલ (ઈંગ્લિશ એક્ટર)
હિના ખાન (ઈન્ડિયન એક્ટર)
કિરન કલ્કિન (અમેરિકન એક્ટર)
ટેરેન્સ હાવર્ડ (અમેરિકન એક્ટર)
નિમ્રત કૌર (ઈન્ડિયન એક્ટર)
સટન ફોસ્ટર (અમેરિકન એક્ટર)
બ્રિગિટ બોજો (વેનેઝ્યુએલા એક્ટર)