નેશનલ

સૌથી શક્તિશાળી ભારતીયની યાદીમાં PM મોદી પ્રથમ ક્રમે, અદાણી, CJI ચંદ્રચુડ ટોપ 10માં સામેલ

એક ભારતીય મીડિયા હાઉસ દ્વારા હાલમાં દેશના સૌથી શક્તિશાળી ભારતીયોની યાદી બહાર પાડવામાં આવી છે અને તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતનો ક્રમ આવે છે .આ યાદીને જોતા એક વાત તો સાફ થઇ જ જાય છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમના કાર્યો દ્વારા લોકો પર સર્વોચ્ચ શાસન કરે છે અને તેઓ સંભવિત ત્રીજી ટર્મ માટે તૈયાર છે.

આ યાદી જોઇએ તો એક વાત આંખે ઉડીને વળગે છે તે એ છે કે ટોચના શક્તિશાળી ભારતીયની યાદીમાં મોટા ભાગના RSS/BJPના દિગ્ગજ નેતાઓ જ છે. જોકે, અપવાદરૂપે તેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અનેનબિઝનેસ જાયન્ટ ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે. હિંડનબગ્રના વિવાદ બાદ ગૌતમ અદાણીને ઘણી પ્રસિદ્ધિ મળી છે.


જોકે, ભાજપની આવી જુગલબંધી સામે દક્ષિણના નેતા સ્ટાલિન અને સિદ્ધારામૈયા ઝિંક ઝીલી રહ્યા છે.
આ યાદીમાં એવા લોકોને સમાવવામાં આવ્યા છે જેમના નિર્ણયો અને વિચારધારાની અસર દેશ અને દુનિયાભરમાં થાય છે. રાજકીય નેતાઓથી લઇને ઉદ્યોગ સાહસિકો, ક્રિકેટરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે આ યાદી જોઇએ.


1) નરેન્દ્ર મોદી , ભારતના વડા પ્રધાન
2) અમિત શાહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન
3) મોહન ભાગવત, આરએસએસ ચીફ
4) ડીવાય ચંદ્રચુડ, ભારતના મુખ્ય ન્યાયાધીશ
5) એસ જયશંકર, વિદેશ પ્રધાન
6) યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના સીએમ
7) રાજનાથ સિંહ, સંરક્ષણ પ્રધાન
8) નિર્મલા સીતારામન, નાણા પ્રધાન
9) જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
10) ગૌતમ અદાણી, ચેરમેન, અદાણી ગ્રુપ
11) મુકેશ અંબાણી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, RIL
12) પીયૂષ ગોયલ, વાણિજ્ય પ્રધાન અને ગૃહના નેતા, રાજ્યસભા
13) અશ્વિની વૈષ્ણવ, રેલ્વે, ટેલિકોમ અને આઈટી પ્રધાન
14) હિમંતા બિસ્વા સરમા, આસામના સીએમ
15) મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસીના વડા
16) રાહુલ ગાંધી, કોંગ્રેસ સાંસદ
17) અજીત ડોભાલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
18) અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સીએમ અને AAP સુપ્રીમો
19) શક્તિકાંત દાસ, RBI ગવર્નર
20) હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી
21) સંજીવ ખન્ના, સુપ્રીમ કોર્ટના જજ
22) સિદ્ધારમૈયા, કર્ણાટકના સીએમ
23) મનસુખ માંડવિયા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; રસાયણો અને ખાતરો
24) નીતિશ કુમાર, બિહારના સીએમ અને જેડીયુના વડા
25) એમકે સ્ટાલિન, તમિલનાડુના સીએમ
26) નીતા અંબાણી, ચેરપર્સન અને સ્થાપક, રિલાયન્સ ફાઉન્ડેશન
27) શાહરૂખ ખાન, અભિનેતા
28) નટરાજન ચંદ્રશેખરન, ચેરપર્સન, ટાટા ગ્રુપ
29) સોનિયા ગાંધી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ
30) રાહુલ નવીન, એક્ટિંગ ડિરેક્ટર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
31) ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન
32) અનુરાગ ઠાકુર, માહિતી અને પ્રસારણ, રમતગમત અને યુવા બાબતોના પ્રધાન
33) ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ પ્રધાન
34) દત્તાત્રેય હોસાબલે, જનરલ સેક્રેટરી, આરએસએસ
35) જય શાહ, BCCI સેક્રેટરી
36) મલ્લિકાર્જુન ખડગે, પ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
37) અઝીમ પ્રેમજી, સ્થાપક, વિપ્રો
38) વિરાટ કોહલી, ભારતીય બેટ્સમેન
39) અનુમુલા રેવન્ત રેડ્ડી, તેલંગાણાના સીએમ
40) વિનય કુમાર સક્સેના, દિલ્હી એલ.જી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…