નેશનલ

એક જ વર્લ્ડ-કપમાં સૌથી વધુ સદી સા. આફ્રિકાનો પ્રથમ ક્રિકેટર ક્વિન્ટન ડિકોક

મુંબઇ: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ-કપમાં બંગલાદેશ સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી પાંચ વિકેટ ગુમાવી ૩૬૫ રન કર્યા હતા. આ મેચમાં ઓપનર ક્વિન્ટન ડિકોકે આક્રમક ૧૭૪ રન કર્યા હતા. પોતાની ૧૫૦મી વન-ડે રમી રહેલા ડિ કોકે આ મેચને યાદગાર બનાવી હતી. ડિકોક એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. અગાઉ આ રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે હતો. ડિવિલિયર્સે ૨૦૧૫ વર્લ્ડકપમાં બે સદી ફટકારી હતી. આ રીતે તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે માર્ક વો, સૌરવ ગાંગુલી, મેથ્યુ હેડન અને ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી હતી. જો કે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે ૨૦૧૯માં ૫ સદી ફટકારી હતી.
૨૦૨૩ વર્લ્ડ કપમાં ક્વિન્ટન ડી કોકની આ ત્રીજી સદી હતી. આ પહેલા તેણે શ્રીલંકા અને ઑસ્ટ્રેલિયા સામે સતત બે સદી ફટકારી હતી. આ રીતે વર્તમાન ટુર્નામેન્ટમાં તેના નામે હવે ત્રણ સદી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button