દેશના આ શહેરમાં મહિલાઓ પર સૌથી વધુ થયા એસિડ એટેક
બેંગલુરુ: ભારતમાં એસિડ એટેકના કેસો એ રીતે વધી રહ્યા છે જાણે કે એ કોઈ ક્રાઈમ નહી પરંતુ સામાન્ય કેસ હોય. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 2022માં બેંગલુરુમાં દેશમાં મહિલાઓ વિરુદ્ધ એસિડ હુમલાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગયા વર્ષે NCRB ડેટા પ્રમાણે બેંગલુરુ મહિલાઓ પર એસિડ હુમલાના આઠ કેસો નોંધાયા હતા જે 19 મેટ્રો શહેરોમાં સૌથી વધું હતા એટલે કે એસિડ એટેકમાં બેંગલુરુ સૌથી પહેલા સ્થાને હતું.
NCRBના ડેટા પ્રમાણે મહિલાઓ સામેના એસિડ હુમલાના કેસોની યાદીમાં દિલ્હી બીજા સ્થાને છે, દિલ્હીમાં 2022માં સાત મહિલાઓ એસિડ હુમલાનો શિકાર બની હતી. ત્યારબાદ ગુજરાતના અમદાવાદમાં એસિડ એટેકના પાંચ કેસ નોધાયા હતા એટલે કે અમદાવાદ ત્રીજા સ્થાને હતું.
ગયા વર્ષે બેંગલુરુમાં સૌથી ખરાબ એસિડ હુમલાઓ પૈકીનો એક હુમલો 24 વર્ષની M.Comની વિદ્યાર્થીની પર થયો હતો. જેના પર 28 એપ્રિલના રોજ હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે તે કામ પર જઈ રહી હતી. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે આરેપી એકતરફી પ્રેમમાં હતો અને વારે વારે તે યુવતીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો પરતું યુવતી તેની વાત ના માનતા તેની પર એસિડ એટેક કર્યો હતો. ત્યારબાદ તે આરોપીની મે મહિનામાં તિરુવન્નામલાઈ આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે કથિત રીતે સ્વામીના આશ્રમમાં રહેતો હતો. પીડિતાને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાર્યાલય દ્વારા જૂન 2023માં તેમના સચિવાલયમાં કરારના આધારે નોકરીની ઓફર કરવામાં આવી હતી.
બીજી ઘટના જે 10 જૂન 2022ના રોજ બની હતી જેમાં પણ લગ્નની ના પાડવાના કારણે જ એકતરફી પાગલ પ્રેમીએ એસિડ એટેક કર્યો હતો.