ટોપ ન્યૂઝનેશનલ

સરકારી અહેવાલ : 499 પ્રોજેક્ટના ખર્ચમાં રૂ. 5.01 લાખ કરોડનો વધારો – 1873 પ્રોજેક્ટમાંથી 799 માં વિલંબ

નવી દિલ્હી : 150 કરોડ કે તેથી વધુના ખર્ચ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના 1,873 પ્રોજેક્ટમાંથી 449નો ખર્ચ માર્ચ 2024માં અંદાજિત ખર્ચ કરતાં રૂ. 5.01 લાખ કરોડથી વધુ વધ્યો છે. 779 પ્રોજેક્ટ મોડા ચાલી રહ્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના (Ministry of Statistics and Programme Implementation) જણાવ્યા અનુસાર, 1,873 પ્રોજેક્ટના અમલીકરણની મૂળ કિંમત રૂ. 26,87,535.69 કરોડ હતી. હવે તે વધીને રૂ. 31,88,859.02 કરોડ થવાની ધારણા છે. આ દર્શાવે છે કે તેમની કિંમતમાં 18.65 ટકા અથવા રૂ. 5,01,323.33 કરોડનો વધારો થયો છે.

મંત્રાલયે કહ્યું કે, જો પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તાજેતરની સમયમર્યાદા પર નજર કરીએ તો વિલંબિત પ્રોજેક્ટ્સની સંખ્યા ઘટીને 567 થઈ જશે. 779 પ્રોજેક્ટમાંથી 202 પ્રોજેક્ટ 1 થી 12 મહિના, 181 પ્રોજેક્ટ 13 થી 24 મહિના, 277 પ્રોજેક્ટ 25 થી 60 મહિના અને 119 પ્રોજેક્ટ 60 મહિનાથી વધુ વિલંબમાં છે. કુલ 779 પ્રોજેક્ટ્સનો સરેરાશ વિલંબ 36.04 મહિના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button