શિકાગોમાં ટ્રેન અકસ્માતમાં વીસથી વધુ ઘાયલ | મુંબઈ સમાચાર

શિકાગોમાં ટ્રેન અકસ્માતમાં વીસથી વધુ ઘાયલ

શિકાગો: શિકાગોની એક કોમ્યુટર ટ્રેન ગુરુવારે સવારે રેલવે ટ્રેક પર બરફ સાફ કરવા માટેના મશીન સાથે અથડાઈ હતી, જેમાં વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

શિકાગો ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે શહેરની ઉત્તર બાજુએ હોવર્ડ સીટીએ સ્ટેશન નજીક સવારે ૧૦.૩૫ વાગ્યાની આસપાસ ટ્રેન બરફ દૂર કરવાના સાધનો સાથે અથડાઈ હતી.

૩૧ પ્રવાસીઓ અને સાત કામદારોને લઈ જતી ટ્રેન સ્કોકીથી દક્ષિણ તરફ જતી હતી ત્યારે તે ધીમી ગતિએ ચાલતા રેલ સાધનો સાથે અથડાઈ હતી.

ચાર બાળકો સહિત ૨૩ જણને નજીકની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા અને લગભગ ત્રણ ઘાયલોની હાલત ગંભીર હતી, જોકે કોઈને જીવલેણ ઈજાઓ થઈ ન હતી.
ઘટનાસ્થળે ઓછામાં ઓછી પંદર એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતનું કારણ જાણી શકાયું નથી અને આ મામલે તપાસ ચાલી રહી છે.

સીટીએની લાલ, જાંબલી અને પીળી લાઇન પરની ટ્રેન સેવા અકસ્માતને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી, તેવું પ્રવાસી સેવાએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું.

સંબંધિત લેખો

Back to top button