નેશનલ

પ્રયાગરાજમાં માઘ મેળાનો આરંભ, મકરસંક્રાંતિ પર બાર લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી

પ્રયાગરાજ: મકરસંક્રાંતિના અવસરે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના પાવન સંગમમાં સ્નાન સાથે લગભગ દોઢ મહિના સુધી ચાલનારા માઘ મેળાનો સોમવારથી આરંભ થઇ ગયો છે. આ સંગમ ખાતે 12 લાખથી વધુ ભક્તોએ ડૂબકી લગાવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે ઉજવણી માટે રાજ્યભરમાં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. માઘ મેળાના અધિકારી દયાનંદ પ્રસાદના જણાવ્યા અનુસાર બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 12.50 લાખ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીના જણાવ્યા અનુસાર સ્થળ પર કોઇ પણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બે ટીમો તૈનાત કરવામાં આવી હતી. ગોરખપુરમાં મુખ્યમંત્રીએ મકરસંક્રાંતિના અવસર પર સવારે 4 વાગ્યે ગોરખનાથ મંદિરમાં મહાયોગી ગોરખનાથને ખીચડી અર્પણ કરી હતી. ભગવાન શિવના અવતાર મહાયોગી ગોરખનાથને ખીચડી અર્પણ કરવા ગોરખનાથ મંદિરમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે લોકો નદીઓ અને તળાવોમાં ડૂબકી મારીને ભારતની પ્રાચીન પરંપરામાં તેમની શ્રદ્ધાને વધુ મજબૂત કરી રહ્યા છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button