નેશનલ

પાંચ વર્ષમાં દેશની 1 લાખથી વધુ કંપની બંધ, 1168 એ જાહેર કરી નાદારી

નવી દિલ્હી: છેલ્લાં પાંચ વર્ષમાં દેશમાંથી એક લાખથી વધુ કંપનીઓ ઓછી થઇ ગઇ છે. જેમાંથી મોટાભાગની કંપનીઓએ કંપની કાયદા મુજબ આત્મસમર્પણ કર્યું છે. કેન્દ્ર સરકારના કહેવા મુજબ આ સમય દરમીયાન ઘણી કંપનીઓએ નાદારીની પ્રક્રિયા શરુ કરી છે. કેન્દ્રિય પ્રધાન રાવ ઇંદ્રજિત સિંહે લોકસભામાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 2018-19 થી 2023-24 આ આર્થિક વર્ષમાં 1,06,561 કોઇને કોઇ કારણસર બંધ થઇ છે. વ્યવસ્યા બંધ કરવા માટે તેમણે કંપની કાયદો 2013નો ઉપયોગ કર્યો છે.

કેન્દ્રિય પ્રધાન રવિ ઇંદ્રજીત સિંહે કહ્યું કે, છેલ્લાં પાંચ વર્ષમાં 1168 કંપનીઓએ નાદારીની પ્રક્રિયા શરુ કરી હતી. તેમાંથી 633 કંપનીઓ નાદાર જાહેર થઇ છે. બાકીની કંપનીઓ અંગે હજી પ્રક્રિયા ચાલી રહી છે. કેટલીક કંપનીઓ બંધ કરવા માટે 6થી 8 મહિનાનો સમય લાગ્યો તો કેટલીક કંપનીઓ માટે આ સમયગાળો 12થી 18 મહિનાનો હતો.
એક તરફ કંપની બંધ થઇ રહી છે ત્યાં બીજી બાજુ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, છેલ્લાં પાચં વર્ષમાં 7946 વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની સબ કંપની સ્થાપીત કરી છે. તેથી ભારતમાં રોજગારી તકો વધી છે. જેને કારણે ભારતમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધ્યુ છે.


કોવિડ-19ને કારણે આખા વિશ્વ પર મંદિ તૂટી પડી છે. કોવિડને કારણે કંપનીઓને કરોડોનું નુકસાન થયું છે. તેથી તેમના પર કંપની બંધ કરવાનો વારો આવ્યો છે. કોર્પોરેટ વ્યવહાર મંત્રાલયે 2021માં કહ્યું કે એપ્રિલ 2020 થી જૂન 2021 આ સમયગાળા દરમીયાન કુલ 16,527 કંપની બંધ કરવામાં આવી. જેનો પરિણામ દરેક રાજ્યમાં થયો હતો. આ ઉપરાંત ખોટમાં રહેલી 19 સરકારી કંપનીઓ પણ બંધ થઇ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button