હિંસા પછી 400થી વધુ હિંદુઓએ ઘરબાર છોડ્યાઃ બંગાળમા સબ સલામત હોવાના સરકારના દાવા પોકળ

નવી દિલ્હી: વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમા હજુ પણ પરિસ્થતિ ભારેલા અગ્નિ સમાન છે. પશ્ચિમ બંગાળના ડીજીપીએ દાવો કર્યો હતો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તો બીજી તરફ આજે સવારે પણ ગોળીબાર થયાના અહેવાલો હતા. અહેવાલો અનુસાર બીએસએફની ટીમને નિશાન બનાવવાના આવી હતી. જો કે આ દરમિયાન વિધાનસભામા વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે 400 હિન્દુઓને પોતાનુ ઘર છોડવાની ફરજ પડી હતી.
400થી વધુ હિન્દુઓએ જીવના જોખમે ઘરબાર છોડ્યાં
શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે ધાર્મિક કટ્ટરપંથીઓના ડરથી મુર્શિદાબાદના ધુલિયાનથી 400 થી વધુ હિન્દુઓને નદી પાર કરીને પાર લાલપુર હાઇસ્કૂલ, દેવનાપુર-સોવાપુર જીપી, બૈષ્ણવનગર, માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે બંગાળમાં ધાર્મિક અત્યાચાર વાસ્તવિકતા છે.
આ પણ વાંચો: બંગાળમાં હિંસાઃ સાંસદ યુસુફ પઠાણની પોસ્ટથી બબાલ, યૂઝર્સે ઝાટકણી કાઢી
તુષ્ટિકરણથી કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન
તેમણે સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આક્ષેપ કર્યો હતો. વિરોધ પક્ષના નેતાએ આરોપ કર્યો હતો કે, ટીએમસીના તુષ્ટિકરણના રાજકારણે કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. હિન્દુઓને શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આપણા લોકો પોતાની ધરતીમાં પોતાના જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે! કાયદો અને વ્યવસ્થાના આ ભંગાણને મંજૂરી આપવા બદલ રાજ્ય સરકારને શરમ આવવી જોઇએ.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ ત્રણએ જીવ ખોયા
સરકાર વિસ્થાપિત હિંદુઓને સંરક્ષણ આપે
તેમણે સુરક્ષા દળોને હિંદુઓની રક્ષા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, હું જિલ્લામાં તૈનાત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરું છું કે તેઓ આ વિસ્થાપિત હિન્દુઓનું સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરે અને આ જેહાદી આતંકવાદથી તેમના જીવનનું રક્ષણ કરે. બંગાળ બળી રહ્યું છે. સામાજિક આંતરવિગ્રહ વધી રહ્યો છે.