નેશનલ
ઝિમ્બાબ્વેમાં કોલેરાને કારણે ૧૫૦થી વધુનાં મોત
હરારે: ઝિમ્બાબ્વેમાં કોલેરા ફાટી નીકળવાને કારણે ૧૫૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.
દક્ષિણ આફ્રિકાના આ દેશમાં કોલેરા બાળકો, યુવાનોથી લઈને વૃદ્ધોનો ભોગ લઈ રહ્યો છે.
ઝિમ્બાબ્વેમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કોલેરાના ૮,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હોવા ઉપરાંત ૧૫૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયા છે.
તાજેતરમાં ઝિમ્બાબ્વેમાં કોલેરા અવારનવાર ફાટી નીકળે છે, એમ આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.
કોલેરા પાણીજન્ય બીમારી છે અને તે દૂષિત ખોરાક ખાવાથી કે પછી દૂષિત પાણી પીવાને કારણે થાય છે. સમયસર સારવાર આપવામાં ન આવે તો કોલેરાના દરદીનું ગણતરીના કલાકોમાં મૃત્યુ થઈ શકે છે. (એજન્સી)ઉ