બિહારની સ્કૂલ બિલ્ડિંગ પર વીજળી પડી, માંડ કરીને ભાગ્યો સ્ટાફ
ભાગલપુરઃ બિહારમાં પુલ પડવાની ઘટના તો હવે સામાન્ય થઈ ગઈ છે ત્યારે હવે એક શાળા પર વીજળી પડી છે અને તેના લીધે શાળાની ઈમારતની છત પર ગાબડું પડી ગયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે ભાગવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ ઘટના નવગચિયા સબડિવિઝનના ઈસ્માઈલપુર બ્લોકની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા કમલાકુંડમાં બની હતી. અહીં પ્રિન્સિપાલ બ્રજેશ કુમાર તેમની ઓફિસમાં હતા. તે દરમિયાન વરસાદ શરૂ થયો હતો.
ગાજવીજ સાથે વીજળી પડી ત્યારે શાળાની છતમાં એક મોટું ગાબડું પડી ગયું. છતમાં ખાડાને કારણે વરસાદી પાણી ઓરડામાં ભરાઈ ગયા અને છતનો કાટમાળ વેરવિખેર થઈ ગયો.
પ્રિન્સિપાલ લાકડાની ખુરશી પર બેઠા હતા. પ્રિન્સિપાલ બ્રજેશ કુમારે જણાવ્યું કે તેઓ ખુરશી પર બેસીને કામ કરી રહ્યા હતા, નજીકમાં જ એક અન્ય કર્મચારી બેઠો હતો, ત્યારે જોરદાર અવાજ આવ્યો અને આખો રૂમ ધુમાડાથી ભરાઈ ગયો. તે કંઈ સમજે તે પહેલા તેણે જોયું કે છતમાં ખાડો હતો અને વરસાદનું પાણી ઓરડામાં પડી રહ્યું હતું.
આ ઘટના બાદ શાળાના તમામ કર્મચારીઓ ડરી ગયા હતા. વીજળી પડવાને કારણે રૂમમાં તિરાડ પડી હતી. તમામ વીજ ઉપકરણો અને વાયરિંગ બળીને ખાખ થઈ ગયા હતા.
પ્રિન્સિપાલ બ્રજેશ કુમારે જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે વર્ગો ચાલુ હતા. શિક્ષક પણ નીચેના રૂમમાં હતા. તે જ સમયે જોરદાર અવાજ સાથે કાટમાળ મારી ખુરશી પર પડ્યો. હું બાજુની ખુરશી પર હતો. જ્યારે વીજળી પડી, ત્યારે આખા રૂમમાં અંધારું થઈ ગયું હતું.
અન્ય બે કમર્ચારીએ જણાવ્યું કે વરસાદના સમયે અમે રૂમની બારી પાસે બેઠા હતા, ત્યારે જોરદાર અવાજ સાથે વીજળીનો અવાજ આવ્યો, જેના કારણે ઓફિસની છત તૂટી ગઈ અને વરસાદનું પાણી ઓફિસ પર પડવા લાગ્યું.
વરસાદી આફતોએ માત્ર બિહાર નહીં દેશના તમામ રાજ્યોના સરકારી કામકાજો, માળખાકીય વ્યવસ્થાઓ ની પોલ ખોલી દીધી હતી. જોકે બીજી બાજુ આ પ્રકારે સતત વરસાદ, વીજળી વગેરે સામે તંત્ર પણ બાથ ભીડી શકતું નથી.