ચોમાસુ સત્ર 10 દિવસ વહેલું આટોપી લેવાશેઃ આવતીકાલે સત્રનું સમાપન થઈ શકે? | મુંબઈ સમાચાર

ચોમાસુ સત્ર 10 દિવસ વહેલું આટોપી લેવાશેઃ આવતીકાલે સત્રનું સમાપન થઈ શકે?

નવી દિલ્હી: ચોમાસુ સત્રને લઈને એક મોટી અપડેટ મળી રહી છે. સરકાર ચોમાસુ સત્રને ટૂંકાવવા માટેની વિચારણા કરી રહી છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે સરકાર ચોમાસુ સત્રને 12 ઓગસ્ટના જ પૂર્ણ કરી દેવામાંની વિચારણા કરી રહી છે. જોકે, આ સત્ર 21 ઓગષ્ટ સુધી ચાલવાનું હતું, પણ હવે દસ દિવસ વહેલું આટોપી લેવાની શક્યતા છે.

મળતી વિગતો અનુસાર, સરકાર ૧૨ ઓગસ્ટે ચોમાસુ સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવા પર વિચાર કરી રહી છે. અત્યાર સુધી એવું નક્કી હતું કે ૧૩ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ સુધી વિરામ રહેશે અને ત્યારબાદ ૨૧ ઓગસ્ટ સુધી સત્ર ચાલુ રહેશે, પરંતુ હવે એક વિચાર એ પણ છે કે ૧૨ ઓગસ્ટે જ સત્રને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવે.

આપણ વાંચો: સંસદના ચોમાસુ સત્ર વચ્ચે રાહુલ ગાંધીએ ગઠબંધનના પક્ષોની બોલાવી બેઠક, શું હશે એજન્ડા?

ઉલ્લેખનીય છે કે સંસદની જાહેરાત પ્રમાણે ચોમાસુ સત્ર 21 જુલાઈ 2025થી શરૂ થયું હતું અને 21 ઓગસ્ટ સુધી ચાલુ ચાલવાનું છે. જો કે પહેલા આ સત્ર 12 ઓગસ્ટના રોજ જ સમાપ્ત થવાનું હતું, પરંતુ બાદમાં તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું હતું, સ્વતંત્રતા દિવસ નિમિત્તે કોઈ સંસદની કોઈ બેઠક મળશે નહીં. સત્ર દરમિયાન કુલ 21 બેઠકોનું આયોજન કરવામાં આવશે.

સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ ઓપરેશન સિંદૂર, બિહારમાં એસઆઈઆરની કામગીરી સહિતના મુદ્દાઓ પર વિપક્ષનો જોરદાર હંગામો રહ્યો હતો. વિપક્ષના હોબાળા અને વિરોધની વચ્ચે લોકસભામાં સોમવારે ૪ અને રાજ્યસભામાં ૫ વિધેયક પસાર થયા હતા.

એટલે એક જ દિવસમાં બંને ગૃહમાં મળીને કુલ નવ વિધેયક પસાર થયા હતા, જેમાં ઇનકમ ટેક્સ બિલ, ટેક્સેશન લો (અમેન્ડમેન્ટ) બિલ, મણિપુર બજેટ અને મણિપુર જીએસટી બિલ જેવા મહત્ત્વપૂર્ણ બિલ પણ સામેલ છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button