ચોમાસામાં લેન્ડિંગ સમયે કેમ થાય છે રનવે પર એક્સિડન્ટ? | મુંબઈ સમાચાર

ચોમાસામાં લેન્ડિંગ સમયે કેમ થાય છે રનવે પર એક્સિડન્ટ?

હાલમાં જ મુંબઈ ખાતે લેન્ડિંગ સમયે ફ્લાઈટ રનવે પરથી આગળ નીકળી ગઈ હતી અને એને કારણે ફ્લાઈટને નુકસાન થયું હતું. જો તમારા ધ્યાનમાં આવ્યું હશે તો ચોમાસા દરમિયાન અનેક વખત આવા નાના મોટા અકસ્માત દેશના વિવિધ એરપોર્ટ પર થતાં રહે છે. પરંતુ ક્યારેય વિચાર્યું ખરું કે ચોમાસામાં જ કેમ આ સમસ્યા વધારે વકરે છે? આજે આપણે આ જ વિશે આગળ અહીં વાત કરીશું-

આ અઠવાડિયાની શરૂઆતમાં જ મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગઈ હતી. આ ઘટનામાં એર ઈન્ડિયાના ફ્લાઈટ એઆઈ-2744 રનવે પરથી સ્લિપ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે કોઈ મોટી હોનારત થઈ નહોતી, પણ આ ઘટનાને કારણે પેસેન્જર્સ અને એરલાઈનના ક્રુ મેમ્બર્સની સેફ્ટી સામે સવાલો તો ઉપસ્થિત થયા જ છે. મળતી માહિતી મુજબ ચોમાસામાં લેન્ડિંગ સમયે પાયલટને ખાસ્સી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: ઝીરો વિઝિબિલિટીના કારણે પુણેથી ભાવનગર આવતી ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ

ચોમાસાના દિવસોમાં પાયલટને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે રનવે અને આસપાસનો વિસ્તાર એટલો સ્પષ્ટ નથી દેખાતો, જેટલું નોર્મલ દિવસમાં દેખાય છે. ઓછી વિઝિબિલિટીને કારણે પાયલટને ફ્લાઈટ લેન્ડ કરવામાં થોડી મુશ્કેલી પડે છે અને અનેક વખત ફ્લાઈટ રનવે પરથી આગળ નીકળી જાય છે.

પાયલટને પડતી બીજી મુશ્કેલીઓ વિશે વાત કરીએ તો વરસાદને કારણે ઘણી વખત રનવે પર પાણી ભેગું થઈ જાય છે જેને કારણે ટાયર અને રનવે વચ્ચેની પકડ ઓછી થઈ જાય છે. આને કારણે ફ્લાઈટને રોકવા માટે લાંબું અંતર જોઈએ અને તેના સ્લિપ થવાના ચાન્સીસ વધી જાય છે.

આ પણ વાંચો: ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી-અમૃતસર એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટી આટલી ફ્લાઈટ્સ મોડી પડી…

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે કે ચોમાસામાં અનેક વખત પ્લેન લેન્ડિંગ સમયે ટર્બ્યુલન્સની સમસ્યા પણ જોવા મળે છે. મોન્સૂનમાં હવામાં હલચલ હોય છે, જેને કારણે લેન્ડિંગમાં મુશ્કેલી પડે છે અને પ્લેનની સ્ટેબિલિટી જાળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સામાન્યપણે પાયલટ પોતાના અનુભવો અને આવડતનો ઉપયોગ કરીને આવી ઘટનાઓને ટાળવાના પૂરતા પ્રયાસો કરતાં હોય છે, પરંતુ ઘણી વખત તેમના અનુભવો પણ કુદરતી પરિસ્થિતિઓ સામે ઓછા પડી જાય છે અને મુંબઈના રનવે પર જે ઘટના બની એવી ઘટનાઓ બનતી હોય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button