મહારાષ્ટ્રમાં શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય: હવામાન વિભાગની આગાહી

પુણે: રાજ્યમાં શુક્રવાર 15મી સપ્ટેમ્બરથી ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા વર્તાઇ રહી છે. આખા રાજ્યમાં ધીમાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વિદર્ભ અને મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સપ્ચેમ્બરમાં રાજ્યમાં વરસાદની સંતાકૂકડી થઇ રહી છે. પાછલાં અઠવાડીએ એક દિવસ વરસેલા વરસાદે ફરી એકવાર લોકોને ગરમીથી હેરાન કર્યા છે. ત્યાં ક્યાંક જલાશયો ઓવર ફ્લો થયા છે તો ક્યાંક ખેડૂતો હજી વરસાદની રાહ જોઇને બેઠાં છે. ત્યારે હવે આ અઠવાડિયે વરસાદ માટે એખ સારા સમાચાર આવી રહ્યાં છે.
15મી સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમીયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હલકાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના વરિષ્ઠ અધિકારી ડો. અનુપમ કશ્યપે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં હવાના ઉપલા સ્તરમાં પવનની ચક્રિય સ્થિતી નિર્માણ થઇ છે. બંગાળની ખાડીમાં પણ પવનની ચક્રિય સ્થિતી નિર્માણ થઇ છે. બંગાળની ખાડીમાં રહેલ પવનની ચક્રિય સ્થિતીનું રુપાંતર ઓછા દબાણના ક્ષેત્રમાં થાવની પ્રક્રિયા શરુ થઇ ગઇ છે.
આ ઓછા દબાણનું ક્ષેત્ર મધ્ય પ્રદેશની દિશામાં આગળ વધવાની શક્યતા છે. તેથી 15મી સપ્ટેમ્બરથી વિદર્ભ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કોકણ વિભાગમાં ચોમાસુ ફરી સક્રિયા થવાની શક્યતાઓ છે. રાજ્યના અન્ય શહેરોમાં વિજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. 15મી સપ્ટેમ્બરથી શરુ થનારો વરસાદ 18મી સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં યથાવત રહેશે. ત્યાર બાદ વરસાદનું જોર ઓછું થશે એમ હવામાન ખાતા દ્વાર કહેવામાં આવ્યું છે.