Monsoon 2024 : દિલ્હી એનસીઆરમાં આજે વરસાદની આગાહી, જાણો અન્ય રાજયોના હાલ
નવી દિલ્હી : દેશમાં ચોમાસાના(Monsoon 2024)આગમન બાદ હવે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન આજે પણ ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દિલ્હીમાં પણ વરસાદની સંભાવના છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપીના ઘણા જિલ્લાઓમાં પણ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાત, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
કેરળના ત્રણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ
દક્ષિણના રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. અહીં હવામાન વિભાગે કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શનિવારે રાજ્યના ત્રણ ઉત્તરીય જિલ્લાઓમાં દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 9 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
છત્તીસગઢમાં ગરમીથી રાહત
છત્તીસગઢમાં પણ હવામાન વિભાગે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. શનિવારે પણ વરસાદ પડ્યા બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે. શનિવારે રાજ્યમાં ત્રણ સેમી જેટલો વરસાદ થયો હતો. આ સિવાય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરી છે.
દિલ્હી-NCRમાં આજે વરસાદની સંભાવના છે
રાજધાની દિલ્હી સહિત NCRના ઘણા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હીમાં વરસાદ પડી શકે છે. દિલ્હીમાં વરસાદને કારણે લોકોને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી ભેજવાળી ગરમીથી રાહત મળી છે. રવિવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન પણ ઘટી શકે છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની સંભાવના છે.
Also Read –