નવી દિલ્હી : કેરળમાં ચોમાસાની એન્ટ્રી (Entry of Monsoon in Kerala) થઈ ચૂકી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્ય ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. હાલ કેરળમાં સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદની સાથે ઘણા રાજ્યોમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની છે. હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની એન્ટ્રી અપેક્ષા કરતાં બે દિવસ પહેલા થઈ ચૂકી છે. હવે આ ચોમાસું ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગો તરફ આગળ વધી રહ્યું છે.
કેરળના કોટ્ટાયમ જિલ્લાના ઘણા ભાગોમાં ચોમાસાની ઋતુનો પ્રથમ વરસાદ નોંધાયો છે. IMDના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ કેરળમાં દસ્તક દઈ દીધી છે અને આજ 30મીના તે ભારતના અન્ય ભાગો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું આ વખતે અપેક્ષા કરતાં બે દિવસ વહલું આવ્યું છે. આ ચોમાસું થોડા કલાકોમાં જ ઉત્તર-પૂર્વ ભારતના અન્ય ભાગ સુધી પહોંચી જશે.
હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે રેમલ વાવાઝોડાને લઈને આ વર્ષે મોસમી પવનોની ગતિ તેજ બની છે. રેમલના લીધે મોસમી પવનો બંગાળની ખાડી તરફ ખેંચાઇ રહ્યા છે અને આથી જ ઉત્તરપૂર્વ ભારતમાં આ વર્ષે ચોમાસું થોડું વહેલું બેસી જશે.
વરસાદના વિધિવત પ્રવેશની IMD કઈ રીતે કરે છે ઘોષણા ?
હવામાન વિભાગની માહિતી અનુસાર, કેરળમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂન બાદ વરસાદની શરૂઆત થતી હોય છે, જ્યારે આ વર્ષે બે દિવસ વહેલી શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગ કેરળમાં આગમનની ઘોષણા ત્યારે કરે છે કે જ્યારે કેરળના 14 કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં 10 મે બાદ સતત બે દિવસ સુધી 2.5 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાય છે.
Also Read –