નેશનલ

મધ્ય પ્રદેશમાં મોહન, છત્તીસગઢમાં વિષ્ણુ સત્તારૂઢ

ભોપાલ/રાયપુર: મધ્ય પ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાયે બુધવારે અનુક્રમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. મધ્ય પ્રદેશમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલા જ્યારે છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન તરીકે અરુણ સાઓ અને વિજય શર્માએ શપથ લીધા હતા. મધ્ય પ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલે અને છત્તીસગઢના ગર્વનર વિશ્ર્વભૂષણ હરિચંદને બંને નેતાને શપથ લેવડાવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના, મહારાષ્ટ્રના, ગુજરાતના મુખ્ય પ્રધાનો સહિત સંખ્યાબંધ મહાનુભાવો લાલ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા શપથવિધિ સમારંભમાં ભાગ લીધો હતો. સમારંભમાં પહોંચવા અગાઉ મોહન યાદવે ભોપાલમાંના એક મંદિરમાં દર્શન કર્યાં હતાં. વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ અમે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને અન્ય તમામ ક્ષેત્રમાં વિકાસ અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, તેવું મોહન યાદવે કહ્યું હતું. છત્તીસગઢના પાટનગર રાયપુરના સાયન્સ કૉલેજ મેદાનમાં વિષ્ણુદેવ સાય અને બે નાયબ મુખ્ય પ્રધાનની શપથવિધિ થઈ હતી. વડા પ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંખ્યાબંધ રાજ્યોના મુખ્ય પ્રધાનો સમારંભમાં હાજર રહ્યા હતા. વર્ષ ૨૦૨૦માં મધ્ય પ્રદેશમાંથી છૂટું પાડી છત્તીસગઢને જૂદું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. સાય છત્તીસગઢના ચોથા મુખ્ય પ્રધાન છે. મોહન યાદવ મધ્ય પ્રદેશના ૧૯મા મુખ્ય પ્રધાન છે. ૨૦૦૩ પછી ઉમા ભારતી, બાબુલાલ ગૌર, શિવરાજસિંહ ચૌહાણ પછી મોહન યાદવ ઓબીસીમાંથી આવતા ચોથા મુખ્ય પ્રધાન બન્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત