નેશનલ

‘ભારતમાં કોઈ બિન-હિંદુ નથી, મુસ્લિમો-ઈસાઈઓના પૂર્વજો પણ હિંદુ જ છે.’ મોહન ભાગવતનું મોટું નિવેદન

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં કોઈ બિન-હિંદુ નથી. તેમણે કહ્યું કે માન્યતાઓ ગમે તે હોય, ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિન્દુ સભ્યતા સાથે જોડાયેલો છે અને તેના પૂર્વજો હિન્દુ છે.

RSS ના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે, “RSS ક્યારેય સત્તાની ઇચ્છા રાખતો નથી, પરંતુ હિન્દુ સમાજને એક કરવા અને ભારત માતાનો મહિમા વધારવાનો પ્રયાસ કરે છે.”

મોહન ભાગવતે કહ્યું કે, જ્યારે સંઘના રૂપમાં એકસાથે જોર લગાવવામાં આવે છે, ત્યારે તેનો હેતુ કોઈ રાજકીય લાભ મેળવવાનો નહીં પરંતુ ભારત માતા માટે સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો હોય છે. તેમણે કહ્યું કે, એક સમયે લોકોને આરએસએસના ઉદ્દેશ્ય પર શંકા હતી, પરંતુ હવે તેઓ પણ આ વાતને સમજી ગયા છે. આ કાર્યક્રમમાં આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબાલે અને અન્ય મોટા પદાધિકારીઓ પણ હાજર હતા.

તેમણે આગળ કહ્યું હતું કે, “અંગ્રેજોએ આપણને રાષ્ટ્ર બનાવ્યું નથી, પરંતુ ભારત પ્રાચીન સમયથી જ એક રાષ્ટ્ર રહ્યું છે. બધા દેશોની સંસ્કૃતિ હોય છે. તેવી જ રીતે ભારતની સંસ્કૃતિ હિંદુ છે.

આપણે પોતાને કંઈ પણ કહીએ, પરંતુ આપણી ઓળખ હિંદુથી જ થાય છે. તેમણે કહ્યું કે, મુસલમાન હોય કે પછી ઈસાઈ, આપણે બધા એક જ સભ્યતામાંથી જન્મ્યા છીએ અને આપણા પૂર્વજો એક જ છે. વાસ્તવમાં ભારતમાં કોઈ પણ અહિંદુ નથી. મુસ્લિમો અને ઈસાઈઓને પણ તેમના મૂળ ભુલાવી દેવાના પૂરા પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…Video: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચતા અનેક તર્ક વિતર્ક…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button